Mon,13 April 2026,1:40 pm
Print
header

મિડલ ઈસ્ટ યુદ્ધના 24માં દિવસે PM મોદીનું સંસદમાં સંબોધન: તેલ-ગેસ સંકટ સામે ભારતનો પ્લાન B તૈયાર

  • Published By Panna Patel
  • 2026-03-23 16:53:19
  • /

નવી દિલ્હીઃ ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના 24માં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં દેશની ઉર્જા સુરક્ષા અને વૈશ્વિક પડકારો અંગે મહત્વની વાત કરી હતી. હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસનું સંકટ ઘેરાયું છે. ત્યારે પીએમ મોદીએ ભારતની રણનીતિ સ્પષ્ટ કરી હતી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગંભીર છે. ભારતની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આ વિસ્તાર પર નિર્ભર છે.  ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝર આ દેશોમાંથી મંગાવે છે.  ભારતની કુલ LPG જરૂરિયાતનો 60 ટકા હિસ્સો આ વિસ્તારમાંથી આયાત કરવામાં આવે છે.

યુદ્ધને કારણે હોર્મુઝની ખાડીમાંથી જહાજોની અવરજવર પડકારજનક બની છે, જે ઉર્જા પુરવઠા માટે જોખમી છે. PM મોદીએ આ સંકટને પહોંચી વળવા માટે સરકારના આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું, ભારત પહેલા માત્ર 27 દેશો પાસેથી ઉર્જાની આયાત કરતું હતું, જે હવે વધારીને 41 દેશો સુધી પહોંચાડવામાં આવી છે. જેથી કોઈ એક વિસ્તારમાં યુદ્ધ થાય તો પુરવઠો ખોરવાય નહીં.

ભારત પાસે હાલમાં 53 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલનો રિઝર્વ સ્ટોક  છે, જેને વધારીને 65 લાખ મેટ્રિક ટન કરવાનો લક્ષ્યાંક છે. કોમર્શિયલ જહાજો પરના હુમલા ભારતને મંજૂર નથી. ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવીને ખાતરી આપી હતી કે ભારત પર યુદ્ધની અસર ઓછી થાય તે માટે રણનીતિ મુજબ કામ થઈ રહ્યું છે.

ઉપરાંત તેમણે કહ્યું, એનર્જી એ અર્થતંત્રની કરોડરજ્જુ છે. પશ્ચિમ એશિયાના સંકટ પર અમારી નજર છે અને સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch