Sat,20 April 2024,11:38 am
Print
header

UN માં નામ લીધા વગર PM મોદીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન, આતંકવાદ મામલે નિવેદન

ન્યૂયોર્કઃ પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રમાં સંબોધન કર્યું હતું. પોતાના ભાષણની શરૂઆત કરતાં મોદીએ કહ્યું નમસ્કાર સાથીઓ, અધ્યક્ષ પદ સંભાળવા માટે અબ્દુલ્લાજીને શુભેચ્છા. આ વિકાસશીલ દેશો માટે ગૌરવની વાત છે. પીએમ મોદીએ કહ્યું, "છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ 100 વર્ષની સૌથી મોટી મહામારી કોરોનાનો સામનો કરી રહ્યું છે.હું તેમનેે બધાને શ્રદ્ધાંજલી આપું છું જેમણે ભયંકર રોગચાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."

પીએમ મોદીએ કહ્યું કે ભારત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. ભારતની વિવિધતા તેની લોકશાહીનો પુરાવો છે. દેશવાસીઓની સેવા કરતા મને 20 વર્ષ પૂર્ણ થયા છે. હું પહેલા CM અને PM તરીકે લોકોની સેવા કરી રહ્યો છું.

પાકિસ્તાન પર કર્યાં પ્રહાર

પીએમ મોદીએ કહ્યું જે દેશ આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે તેમણે એ વિચારવું જોઈએ કે તેમને આ ભૂલ ભારે પડી શકે છે. આપણે સતર્ક રહેવું પડશે કે અફઘાનિસ્તાનનો ઉપયોગ કોઈ દેશ તેમના હિત માટે ના કરે. ત્યાંની મહિલાઓ અને બાળકોને સંભાળવા પડશે.આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ. આપણા સમુદ્ર આપણો સહિયારો વારસો છે, આપણે તેમને વિસ્તરણ અને તાકાતના બળ દ્વારા કબ્જો કરતા બચાવવા પડશે. આ માટે દુનિયાએ એક સાથે અવાજ ઉઠાવવો પડશે. સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતા દરમિયાન ભારતની પહેલ આ બાબત સૂચવે છે.

UN માં સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કેટલાક દેશમાં વધી રહેલો કટ્ટરવાદ વૈશ્વિક ખતરો છે. કેટલાક દેશ વિકાસ અને માનવતાથી દૂર ભાગી રહ્યાં છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch