Thu,25 April 2024,7:35 pm
Print
header

PM મોદી આજે જશે જાપાન, ક્વાડ સંમેલનમાં લેશે ભાગ- Gujarat Post

(file photo)

  • વડાપ્રધાન મોદીની ત્રીજી જાપાન મુલાકાત
  • જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પીએમ સાથે મોદી મુલાકાત કરશે 
  • મોદી જાપાનના ઉદ્યોગપતિઓને મળશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23-24 મેના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં હશે. આ પ્રવાસમાં જ્યાં મોદી એક તરફ ક્વાડ નેતાઓની શિખર બેઠકમાં હાજરી આપશે.લગભગ 36 કલાકની આ સફરમાં તેઓ યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પીએમ સાથે મુલાકાત કરશે.

વડાપ્રધાન મોદીની આ ત્રીજી જાપાન મુલાકાત છે. તેઓ ક્વાડ નેતાઓ સાથે મહત્વપૂર્ણ એજન્ડા પર વાત કરશે.દ્વિપક્ષીય વાતચીત દરમિયાન રોકાણ, વેપાર, સુરક્ષા, ટેક્નોલોજી સહિત ઘણા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ વાતચીત થવાની છે.પીએમ મોદી 22 મેની રાત્રે જાપાન જવા રવાના થશે અને 23 મેના રોજ ટોક્યો પહોંચતા તેમનો કાર્યક્રમ શરૂ થઈ જશે.

પીએમ મોદીની યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે બીજી વન-ઓન-વન મુલાકાત જાપાનમાં થશે. તેઓ માત્ર બે મહિનામાં બીજી વખત જાપાનના પીએમ કિશિદાને મળશે. પીએમ મોદી જાપાનમાં બે દિવસ જાપાનના ઉદ્યોગપતિઓને મળશે અને ભારતીય સમૂદાયને સંબોધિત કરશે. આ બંને ઈવેન્ટ્સ 23 મેના રોજ યોજાનાર છે ક્વાડ લીડર્સની સમિટ 24 મેના રોજ યોજાશે

જાપાનના વડાપ્રધાનના કાર્યાલય કેન્ટેઈમાં યોજાનારી ક્વાડ નેતાઓની શિખર બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું કે, અગાઉની બેઠકના નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના અન્ય દેશો સાથે પરસ્પર ભાગીદારીને મજબૂત કરવા માટે યોજનાને આગળ ધપાવવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch