Sat,20 April 2024,5:16 pm
Print
header

ટોકયોમાં બોલ્યા PM મોદી, ભારતની વિકાસ યાત્રામાં જાપાનની મહત્વની ભૂમિકા-Gujaratpost

પીએમ મોદીએ કહ્યું, વિશ્વએ ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલવાની જરૂર

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ભારત અને જાપાન "કુદરતી ભાગીદારો" છે

ટોકયોઃ ભારતીય સમૂદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જાપાન ભારતના માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભારત અને જાપાન "કુદરતી ભાગીદારો" છે અને જાપાનના રોકાણોએ ભારતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જાપાને ભારતની વિકાસ યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જાપાન સાથેના અમારા સંબંધો આત્મિયતા, આધ્યાત્મિકતા, સહકાર અને સંબંધના છે." જાપાનની બે દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદીએ ભારત-જાપાન સહયોગના અનેક ઉદાહરણો પણ ટાંક્યા હતા.

પીએમ મોદીએ કહ્યું, "ભારત તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણમાં જે ઝડપે વધારો કરી રહ્યું છે તે ઝડપ અને માપદંડને આજે વિશ્વ અનુભવી રહ્યું છે. જાપાન અમારી ક્ષમતા નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે." તેમણે ઉમેર્યું હતું કે, "મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અથવા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર એ ભારત-જાપાન સહયોગના ઉત્તમ ઉદાહરણો છે."

'ભારત માતા કી જય'ના નારાઓ વચ્ચે ભારતીય સમૂદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'આજના વિશ્વને ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલવાની જરૂર છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch