Wed,16 September 2026,3:00 pm
Print
header

PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસીય મુલાકાતે: વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન

  • Published By
  • 2026-08-30 10:00:29
  • /
  • બપોરે 12 વાગ્યે વડોદરા આગમન બાદ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પહોંચી તૈયારીઓની સમીક્ષા કરી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડોદરા અને નવસારી ખાતે આયોજિત બે મહત્વપૂર્ણ જાહેર તેમજ સંગઠનાત્મક કાર્યક્રમોમાં હાજરી આપશે. અગાઉ વડાપ્રધાન 4 જુલાઈએ સાણંદ સ્થિત 'CG સેમિ'ની OSAT ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત આવ્યાં હતા.

વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ:

  • બપોરે 12:00 વાગ્યે: વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરશે.
  • બપોરે 12:30 વાગ્યે: વડોદરા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને વિશાળ જનસભાને સંબોધશે.
  • બપોરે 3:00 વાગ્યે: વડોદરાથી હેલિકોપ્ટર મારફતે નવસારી પહોંચશે અને ત્યાં નવનિર્મિત જિલ્લા ભાજપ 'કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
  • સાંજે 4:15 વાગ્યે: નવસારી હેલિપેડથી સુરત જવા રવાના થશે.
  • સાંજે 4:38 વાગ્યે: સુરત એરપોર્ટથી મુંબઈ જવા પ્રસ્થાન કરશે.

વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પહોંચી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે સ્થાનિક સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ-વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થા તથા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch