Fri,28 March 2025,1:13 am
Print
header

પીએમ મોદી બીજી વખત ગુજરાત મુલાકાતે, આ રહ્યો તેમનો કાર્યક્રમ- Gujarat Post

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.તાજેતરમા જ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત કરીને પરત ગયેલા વડાપ્રધાન મોદી અઠવાડિયામાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસને પગલે પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના અધિકારીઓ કામે લાગી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચ 2025ના શુક્રવારના રોજ સુરત આવી રહ્યાં છે. મોદી શુક્રવારે સાંજે 14 કિ.મીનો રોડ શો કરશે, તેઓ એરપોર્ટથી નવસારી જવાના છે.મોદીના રોડ-શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યૂટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મનપા કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,મેયર સહિતના પદાધિકારીઓએ વડાપ્રધાન મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગીરી સર્કલ અને ત્યાર બાદ સર્કિટ હાઉસ તરફના રૂટ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો હાલ પુરતી બંધ કરાશે. 7મી માર્ચના દિવસે 22 જેટલા રૂટ બંધ રાખવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો છે. વડાપ્રધાન અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કર્યો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા પર પ્રતિબંધ મૂકાયો છે.

શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે.જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ PM મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે.જ્યાં રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch