કોપેનહેગનમાં આઈસલેન્ડના PM કેટરિન જેકોબ્સડોટિર સાથે દ્વિપક્ષીય બેઠક કરી
પીએમ મોદીએ લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે PM જેકબ્સડોટિરના વ્યક્તિગત પ્રયત્નોના વખાણ કર્યાં
કોપેનહેગનઃ પ્રધાનમંત્રી મોદીની ત્રણ દિવસની યુરોપ યાત્રાનો છેલ્લો દિવસ છે. મોદીએ ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાપ્રધાન સાથે બેઠક કરી. દરમિયાન જળવાયુ પરિવર્તન સહિત ભારત-નોર્ડિક સહયોગ જેવા વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું નૉર્ડિક દેશ ભારત માટે સસ્ટેનેબિલિટી, રિન્યુઅલ એનર્જી, ડિજિટલાઈઝેશન અને ઈનોવેશનમાં મહત્ત્વના ભાગીદાર છે.
પ્રધાનમંત્રી મોદીએ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં આઈસલેન્ડના વડાપ્રધાન કેટરિન જેકોબ્સડોટિર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ વિશેષ રુપે ઉર્જા, આર્કેટિક, મત્સ્ય ઉછેર, ડિજિટલ યુનિવર્સિટી સહિત શિક્ષા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં આર્થિક સહયોગ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા જેકબ્સડોટિરના વ્યક્તિગત પ્રયત્નોના વખાણ કર્યાં અને તેમને આ સંબંધે ભારતની પ્રગતી વિશે જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ડેનિશ વડાપ્રધાન ફ્રેડરિક્સન અને ભારત-ડેનમાર્કના ટોપ બિઝનેસ લિડર્સ સાથે મુલાકાત કરી હતી. મોદી ભારતીય સમુદાયને સંબોધન કરવા બેલ્લા સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતીયોનો આભાર વ્યક્ત કરીને લોકોને 'ચેલો ઈન્ડિયા'નું સ્લોગન આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે અમારો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. જો તમે મારી વાત માનવાના હોય તો તમને કહું.... મોદીએ લોકોનું મૌન જોઈને તેમની મજાક કરતાં કહ્યું કે તમને લોકોને જોઈને એવું લાગે છે કે ચોક્કસ કોઈ મુશ્કેલી આવવાની છે. હું તમને અપીલ કરું છું કે તમારે દર વર્ષે 5 બિનભારતીય મિત્રોને ભારતની મુલાકાતે મોકલવા જોઈએ. તેમને અહીં વસતા ભારતીયો સાથે ચર્ચા કરી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44