Tue,26 September 2023,4:07 am
Print
header

પીએમ મોદીએ મેટ્રોમાં કોમન મેનની જેમ કરી મુસાફરી, યશોભૂમિ કન્વેંશન સેન્ટરનું કર્યુ ઉદ્ઘઘાટન

મેટ્રોમાં મોદીએ મુસાફરો સાથે ફોટો પડાવ્યાં

કન્વેંશન સેન્ટરમાં મોચી સાથે પણ કરી મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારેના રોજ ધૌલા કુઆનથી મેટ્રોમાં મુસાફરી કરીને દ્વારકા પહોંચ્યાં હતા અને યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘઘાટન કર્યું હતું. નોઇડા ઇલેક્ટ્રોનિક સિટી અને દ્વારકા સેક્ટર 21 તરફ જતી બ્લુ લાઇન મેટ્રોને લંબાવવામાં આવી છે. હવે આ લાઇન દ્વારકાના સેક્ટર 25 સુધી પહોંચશે. વડાપ્રધાન મોદી દ્વારકામાં 'પીએમ વિશ્વકર્મા' યોજનાનું ઉદ્ઘઘાટન પણ કરશે.

મોદીએ મેટ્રોમાં મુસાફરો સાથે વાત કરી હતી. તેમની સાથે ફોટો પડાવતા લોકોની ભીડ જોવા મળી હતી. મેટ્રોમાં મુસાફરોએ તેમની સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધા અને વાત કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાળક સાથે મસ્તી કરતા જોવા મળ્યાં હતા.

મોદીએ યોશભૂમિ સેન્ટર પહોચીને સૌથી પહેલા જુત્તા-ચપ્પલ બનાવનારા કારીગરો સાથે વાતચીત કરી. જે બાદ માટીના શિલ્પકારો સાથે વાત કરી હતી.જે બાદ તેમણે યશોભૂમિ તરીકે ઓળખાતા ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેંશન એન્ડ એક્સો સેન્ટરનું ઉદ્ગઘાટન કરીને  રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch