Thu,25 April 2024,5:06 pm
Print
header

ભારતના જવાબમાં ડરપોક ચીને PLAને આપી નવી રાઇફલ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

પેઇચિંગઃ ભારતે પોતાના અગ્રિમ મોરચા પર તૈનાત સૈનિકોને અત્યાધુનિક અમેરિકન રાઇફલ આપ્યા બાદ હવે ચીને પણ તિબ્બેતમાં તૈનાત પોતાના સૈનિકોને નવી રાઇફલ આપી છે.ચીનની આ નવી રાઇફલનું નામ QBU-191 છે. ચીની ડ્રેગનના સરકારી ભોંપૂનો દાવો છે કે આ નવી રાઇફલથી લાંબા અંતર સુધી સટીક નિશાન લગાવી  શકાય છે. ચીનની આ નવી રાઇફલને લઇને  હવે સોશિયલ મીડિયામાં ચીનની મજાક ઉડી રહી છે. 

ગ્લોબલ ટાઇમ્સે ચીની જાણકારોના હવાલાથી દાવો કર્યો છે કે આ રાઇફલ લદ્દાખના એકદમ ઠંડા મોસમમાં ચોક્કસ હુમલો કરી શકે છે. આ રાઇફલ હવે ચીનની QBU-88 સ્નાઇપર રાઇફલનું સ્થાન લેશે. ચીને કહ્યું કે આ રાઇફલને સૌથી પહેલા સ્પેશિયલ ઑપરેશન ફોર્સિસને આપવામાં આવશે. ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું કે ચીને પહેલેથી જ ભારતની કાર્યવાહી બાદ H-6 બૉમ્બર અને વાઇ-20 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને તૈનાત કરી દીધા છે. 

સોશિયલ મીડિયામાં ઉડી મજાક

ચીનની નવી રાઇફલને લઇને હવે સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડી રહી છે. ભારતીયો ચીની સેનાની મજાક ઉડાવતા લખી રહ્યાં છે કે યુદ્ધ સાહસથી લડાય છે હથિયારોથી નહીં. યૂઝર્સે ચીનના બોગસ સામાનની તસવીર પોસ્ટ કરીને ચીની સામાનની ગુણવત્તા ઘણી જ ખરાબ હોવાનું લખ્યું છે. નબળી ગુણવત્તા અને ઠંડીમાં રાઇફલ જોરદાર કામ કરશે તેવા દાવાઓ પછી લોકો ચીન પર હસી રહ્યાં છે.

ઇન્ડિયન આર્મીને અમેરિકી એસૉલ્ટ રાઇફલની પહેલી બેચ મળી

રક્ષા અધિગ્રહણ કાઉન્સિલ (ડીએસી)ની મીટિંગમાં 780 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. નવી પોલીસી મુજબ સેના અનેક હથિયારો ભાડેથી લઇ શકે છે. તેને તરત ખરીદવાની જરુર નથી.આમ કરવાથી તેને ખરીદવામાં લાગતો સમય અને ખર્ચ બચશે.આર્મીને પહેલેથી જ અમેરિકાની આ રાઇફલની પહેલી બેચ 72 હજાર એસોલ્ટ રાઇફલ મળી ચુકી છે.બીજી 72 હજાર રાઇફલ મળશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch