Wed,19 February 2025,8:44 pm
Print
header

મહાકુંભ નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી, અરજીકર્તાએ કરી આ માંગ- Gujarat Post

પ્રયાગરાજઃ મહાકુંભની ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે. અરજીમાં અરજદારે આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી સ્થિતિ અહેવાલ અને જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહાકુંભમાં મૌની અમાવસ્યા પર બીજા અમૃત સ્નાન પહેલા બનેલી દુર્ઘટનામાં એક ગુજરાતી સહિત 30 લોકોનાં મોત થયા હતા

મહાકુંભ જેવા ગીચ સ્થળો પર ભાગદોડ જેવી ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકારોને નિર્દેશો સાથે નીતિ અને નિયમનની માંગ કરતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે  વીઆઇપીની અવરજવરથી સામાન્ય ભક્તોની સુરક્ષાને અસર ન થવી જોઈએ તેવી માંગ કરી છે.

પીઆઈએલમાં ઉત્તર પ્રદેશ સરકારને 29 જાન્યુઆરીએ મહાકુંભ દરમિયાન બનેલી ઘટના અંગે સ્થિતિ અહેવાલ રજૂ કરવા અને બેદરકારી કરનારા વ્યક્તિઓ, અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. મૃતકના પરિવારને 25-25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
 
મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ આજથી કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યાં છે. જે મુજબ હવે મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે. કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે,  શ્રદ્ધાળુઓ સરળતાથી આવી-જઈ શકે તે માટે વન વે રોડ પોલિસી લાગુ, પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લામાંથી આવતા વાહનોને સરહદ પર જ અટકાવી દેવાશે તેમજ શહેરમાં ફોર વ્હીલરની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch