Thu,25 April 2024,10:04 am
Print
header

બુટલેગરે નરોડામાં ફ્લેટમાં જ બનાવટી દારુ બનાવવાનું શરુ કરી દીધુ

પીસીબીના સ્ટાફે બાતમીને આધારે નરો઼ડા સ્માર્ટ સીટીમાં દરોડો પાડીને કારખાનું ઝડપી પાડ્યું

અમદાવાદઃ લોકડાઉન (lockdown) ખુલવાની સાથે ગુજરાતમાં મોટાપાયે દારુ ઘુસાડવામાં આવી રહ્યો છે. બીજી બાજુ હાલ દારુ(liqour)ની ડીમાન્ડ વધારે હોવાને કારણે સ્થાનિક બુટલેગરો (bootleger) એ ઘરે જ દારુ બનાવવાનું શરુ કરી દીધુ છે. પીસીબી (PCB)ના સ્ટાફને માહિતી મળી હતી કે નરોડા (Naroda) સ્માર્ટ સીટી-1 હંસપુરા ખાતે રહેતો કૃણાલ શાહ દારુનું વેચાણ કરે છે. તેના ઘરે દારુનો જથ્થો રાખે છે. બાતમીને આધારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ચોંકી ઉઠી હતી કારણ કે ત્યાં દારુનો જથ્થો જ નહી પણ અસલી દારુ સાથે નકલી દારુ મીક્ષ કરીને બોટલમાં પેક કરવામાં આવતો હતો.પોલીસને સ્થળ પરથી 46 લીટર દારુ ભરેલા બે કેરબા, ત્રણ દારુની ભરેલી બોટલ, 127 દારુની ખાલી બોટલ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બહારથી વિદેશી દારુ મંગાવીને તેમાં અન્ય કોઇ પ્રવાહી ઉમેરીને બોટલોને ફરીથી ભરીને વેચાણ કરતો હતો. આ અંગે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સેમ્પલને તપાસ માટે એફએસએલ (FSL)માં મોકલીને કાર્યવાહી હાથ ધરી છે.

કૃણાલ હલકી ગુણવત્તાના દારુની બોટલને રુપિયા એક હજાર કે તેથી વધારે કિંમતમાં વેચાણ કરતો હતો અનેક ગણો નફો કમાતો હતો.પૂછપરછમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમે તમને જણાવી દઇએ કે ભૂતકાળમાં હલકી ગુણવત્તાનો દારૂ પીવાથી અનેક લોકોના મોત થયાની અનેક ઘટનાઓ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch