વડોદરાઃ સોશિયલ મીડિયા પર લોકોને ગાળાગાળી કરીને બદનામ કરવા અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી છે. તેના ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને કારણે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ ધકપકડ કરીને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવા પાછળના વિવિધ કારણો આપવામાં આવ્યાં હતા. જે મુજબ તે ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે, વારંવાર ગુના આચરવાના કારણે તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. જેલમાં ગઇ હતી છતાં તે સુધરતી ન હતી, તેથી સામાન્ય કાયદાકીય કાર્યવાહી અપૂરતી સાબિત થઈ રહી હતી.
કીર્તિ પટેલનું મુખ્ય હથિયાર સોશિયલ મીડિયા હતું. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને ધમકાવતી અને બદનામ કરતી હતી. પછી સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવતી હતી. તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત નહીં પણ સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ફેલાયેલી હતી.
પાસા એક્ટનો મુખ્ય હેતુ ગુનેગારોને લાંબા સમય સુધી સમાજથી દૂર રાખવાનો છે, જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડે છે.
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો | 2026-01-04 21:48:45
ત્રણ વર્ષનું અફેર, લિવ-ઇન અને સગાઈ...બાદમાં યુવતીએ સાથે રહેતા મંગેતરની જ હત્યા કરી નાખી | 2026-01-03 17:49:21
વડોદરાઃ PI ના નામે રૂ. 2,50,000 લાંચ લેતા પ્રજાજન ઝડપાયો | 2025-12-26 10:06:12
વડોદરાની આ ઘટનાએ સૌને ચોંકાવી દીધી, પ્રેમમાં અડચણ બની રહેલા પિતાને પુત્રી અને તેના બોયફ્રેન્ડે પતાવી દીધા | 2025-12-22 10:57:55
એસીબીએ દાહોદમાં તલાટીને લાંચ લેતા ઝડપ્યાં, રૂ. 30,000 ની કરી હતી માંગણી | 2025-12-21 15:17:06