Wed,24 April 2024,9:12 am
Print
header

હિન્દુ પૂજારીનો જીવ મુસ્લિમ નેતા ઓવૈસીએ બચાવ્યો, નફ્ફટ નેતાઓએ આ નેતા પાસેથી શિખવું જોઇએ

હૈદરાબાદઃ દેશમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. અનેક જગ્યાઓએ હોસ્પિટલો હાઉસફૂલ છે દર્દીઓએ દાખલ થવા કલાકો સુધી રઝળપાટ કરવી પડે છે. દરમિયાન ઘણા લોકો જરૂરિયાતમંદોની મદદ કરવા તત્પર રહેતા હોય છે આવો જ એક કિસ્સો હૈદરાબાદમાં સામે આવ્યો છે કોવિડ-19થી સંક્રમિત હૈદરાબાદના પ્રસિદ્ધ લાલ દરવાજા મંદિરના મુખ્ય પૂજારીને હોસ્પિટલમાં બેડ મળતો ન હતો હિન્દુત્વની વાતો કરનારા નેતાઓ પણ કામ આવ્યાં નહીં, આખરે પૂજારીએ ઓવૈસીનો સંપર્ક કર્યો, જે બાજ સાંસદ અસરૂદ્દીન ઓવૈસીએ તેમની  એઆઈએમઆઈએમ પાર્ટી દ્વારા સંચાલિત અસર હોસ્પિટલમાં દાખલ કરાવીને તેમનો જીવ બચાવી લીધો. જ્યારે અન્ય નેતાઓ કામ પણ આવ્યાં નહીં 

તેલંગાણામાં અત્યાર સુધીમાં 3.73 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 23 લોકોનાં મોત થયા છે 5,567 નવા મામલા સામે આવ્યાં છે. અહીંયા પણ અન્ય રાજ્યોની જેમ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 3,32,730 નવા કેસ, 2,263 દર્દીઓનાં મોત થઇ ગયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. દેશમાં સતત બીજા દિવસે ત્રણ લાખથી વધુ કેસ આવ્યાં હતા કુલ કેસની સંખ્યા 1.62 કરોડ, કુલ રિકવરી 1.36 કરોડને પાર થઈ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,86,920 થયો છે. જ્યારે 24,85,616 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં 13,54,78,420 લોકોનું રસીકરણ થયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch