Thu,25 April 2024,10:04 am
Print
header

રશિયામાં પ્રદર્શનકારીઓની ધરપકડ, પુતિનના પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને પોપે કહી આ વાત- Gujarat Post

(રશિયામાં વિરોધ કરતાં લોકોની ધરપકડ)

રશિયા-યુક્રેન યુદ્ધને 7 મહિના થવા છતાં બંનેમાંથી એક પણ દેશ ઝૂકવા તૈયાર નથી

પુતિનની પરમાણુ યુદ્ધની ધમકી બાદ નાગરિકો દેશ છોડી રહ્યાં છે

પોપ ફ્રાન્સિસે પરમાણુ હથિયારોના ઉપયોગની પુતિનની ચેતવણીને ગાંડપણ ગણાવી

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ગત 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં યુક્રેનના ચાર પ્રદેશોમાં ત્રણ લાખ રિઝર્વ સૈનિકો તૈનાત કરશે. તેમની ઘોષણા બાદ દેશભરમાં પહેલેથી જ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે.

માનવાધિકાર જૂથોનું કહેવું છે કે બુધવારે વિરોધ કરી રહેલા 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ જાહેરાત બાદ મોટી સંખ્યામાં રશિયન નાગરિકો દેશ છોડી રહ્યાં છે. પોપ ફ્રાન્સિસે પરમાણુ હથિયારોના ઉપયોગની પુતિનની ચેતવણીને ગાંડપણ ગણાવ્યું છે.

પોપ ફ્રાન્સિસે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા પશ્ચિમી દેશો સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી પર કહ્યું કે આ પ્રકારનું કૃત્ય ગાંડપણ છે. યુક્રેનના લોકો પર બર્બરતા અને રાક્ષસી વૃત્તિ પર કહ્યું કે સારા લોકો શહીદ થઈ રહ્યાં છે. કઝાકિસ્તાનની તેમની મુલાકાત દરમિયાન સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં જાહેર જનતા સાથે સંવાદ કરતાં પોપે સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા પછી 1991 માં પરમાણુ શસ્ત્રો છોડી દેવા બદલ મધ્ય એશિયાઈ દેશની પ્રશંસા કરી હતી.

બુધવારે પુતિને પશ્ચિમી દેશો પર પરમાણુ બ્લેકમેલિંગનો આરોપ લગાવતાં કહ્યું, હું યાદ અપાવવા માંગુ છું કે રશિયા પાસે પણ વિનાશના ઘણા માધ્યમો છે જે નાટો દેશો કરતા વધુ આધુનિક છે. જો પ્રાદેશિક અખંડિતતા પર ખતરો ઉભો થશે તો તેનો ઉપયોગ કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch