પાકિસ્તાનમાં ઇમરજન્સી જાહેર, સેના એલર્ટ પર
પાકિસ્તાને ભારત પર હુમલાની આપી ધમકી
ઇસ્લામાબાદઃ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં અડધી રાત્રે એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે, રાત્રે દોઢ વાગ્યે સેનાએ જુદા જુદા મિસાઇલ હુમલા કરીને લશ્કર-એ-તૈયબા સહિતના આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે.આતંકીઓના લોન્ચ પેન્ડ પર આ ભારતનો મોટો હુમલો છે.
મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યાં હતા. આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને ભારત સામે બદલો લેવાની ધમકી આપી છે. પાકિસ્તાને આ હુમલો થયાનું સ્વીકાર્યું છે. લાહોર અને ઇસ્લામાબાદમાં ફ્લાઇટો રદ્ કરી નાખવામાં આવી છે.અનેક એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે.
ભારતે હુમલા પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી છે, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અજિત ડોભાલે આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીની અમેરિકાને જાણ કરી છે.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49