Tue,19 May 2026,5:52 am
Print
header

રમતના મેદાનમાં ઓપરેશન સિંદૂર, એશિયા કપમાં પાકિસ્તાનની હાર પર પીએમ મોદીની પ્રતિક્રિયા, શાહબાઝ- મુનીરને લાગશે મરચું

  • Published By panna patel
  • 2025-09-29 09:53:24
  • /

નવી દિલ્હી: એશિયા કપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપ્યાં હતા અને તેમનું એક વાક્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલી લાઈનમાં તેમણે લખ્યું - રમતગમતના મેદાન પર ઓપરેશન સિંદૂર, પરિણામ એ જ છે, ભારત જીતી ગયું...આપણા ક્રિકેટરોને અભિનંદન.

પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. જવાબમાં, પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો અને ઘણા પાકિસ્તાની એરપોર્ટનો નાશ કર્યો હતો.

ભારતે ત્રણેય મેચ જીતી

ઓપરેશન સિંદૂર પછી એશિયા કપમાં બંને દેશો પહેલી વાર ક્રિકેટ મેચમાં આમને-સામને થયા હતા. ભારતે ફાઇનલ સહિત ત્રણેય મેચમાં પાકિસ્તાનને હરાવ્યું. આ જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પોસ્ટ અત્યંત મહત્વપૂર્ણ છે.

રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપ 2025 ની ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી. ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં ભારતીય ટીમે અંતિમ ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. આ મેચમાં ભારતની જીતનો હીરો તિલક વર્મા હતો. તેણે શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમ વિજય તરફ દોરી ગઇ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch