Sun,16 November 2025,6:28 am
Print
header

DRI OPERATION: ન્હાવા શેવા બંદર પર 23 કરોડ રૂપિયાના જૂના લેપટોપ, CPU જપ્ત, સુરતના આરોપીની ધરપકડ

  • Published By panna patel
  • 2025-10-04 22:33:30
  • /

  મુંબઈઃ ડીઆરઆઈના મુંબઈ યુનિટે નવી મુંબઈના ન્હાવા શેવા બંદર પરથી મોટા પ્રમાણમાં જૂના લેપટોપ અને સીપીયુ જપ્ત કર્યા છે. આ જૂની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ગેરકાયદેસર રીતે દેશમાં દાણચોરી કરીને લાવવામાં આવી હતી. સરકારી નિયમો દેશમાં વપરાયેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકે છે. તેનાથી દેશમાં ઇ-કચરો વધે છે. આ પર્યાવરણ અને નાગરિકો માટે ખતરો છે. ન્હાવા શેવા બંદર પર જપ્ત કરાયેલા જૂના ઇલેક્ટ્રોનિક સામાનની કિંમત રૂ. 23 કરોડ હોવાનો અંદાજ છે.

મુંબઈ ડીઆરઆઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટિગેશને ઈ-વેસ્ટની દાણચોરી પર કડક કાર્યવાહી કરી છે, રૂ. 23 કરોડનો માલ જપ્ત કર્યો છે અને માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. પર્યાવરણને નુકસાનકારક સામગ્રી (ઈ-વેસ્ટ) ની દાણચોરી સામેની આ કાર્યવાહીને ઓપરેશન ડિજિસ્ક્રેપ નામ આપવામાં આવ્યું છે.

એલ્યુમિનિયમ સ્ક્રેપ પાછળ છુપાયેલો માલ

આ કામગીરીમાં મુંબઈ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ જૂના અને વપરાયેલા લેપટોપ, CPU, મધરબોર્ડ ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક ઘટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. DRI એ આ ગેરકાયદેસર આયાત પાછળના સુરત સ્થિત માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ જૂના લેપટોપ, CPU વગેરે ચાર કન્ટેનરમાં એલ્યુમિનિયમ ટ્રીટેડ સ્ક્રેપના કન્સાઈનમેન્ટમાં છુપાવીને ભારતમાં આયાત કરવામાં આવ્યાં હતા.ન્હાવા શેવા બંદર પર આ ચાર કન્ટેનરમાં લેપટોપ, સીપીયુ, પ્રોસેસર ચિપ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યાં હતા, જે જાહેર કરાયેલા માલ એટલે કે એલ્યુમિનિયમ સ્ક્રેપ પાછળ છુપાયેલા હતા

કેટલા લેપટોપ- CPU જપ્ત કરવામાં આવ્યાં ?

આ કાર્યવાહીમાં, 17,760 જૂના લેપટોપ, 11,340 મીની- બેરબોન CPU, 7,140 પ્રોસેસર ચિપ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતા. તેમની કુલ કિંમત રૂ. 23 કરોડ છે. તેમને કસ્ટમ્સ એક્ટ, 1962 ની કલમ 110 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યાં હતા.  

સરકારના નિયમો શું છે ?

વિદેશી વેપાર નીતિ (FTP) 2023 ઇ-વેસ્ટ (મેનેજમેન્ટ) નિયમો, 2022 અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી ગુડ્સ (ફરજિયાત નોંધણી) ઓર્ડર, 2021 હેઠળ જૂના અને વપરાયેલા- નવીનીકૃત લેપટોપ, સીપીયુ અને આવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આયાત પર પ્રતિબંધ છે. આ આદેશોમાં BIS સલામતી અને લેબલિંગ આવશ્યકતાઓનું પાલન ફરજિયાત છે, જે જાહેર આરોગ્ય અને પર્યાવરણીય સલામતી માટે ખતરો બની શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch