પ્રતિકાત્મક ફોટો
અમદાવાદઃ કોરોનાને કારણે આજે શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું છે જેમાં અનેક વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. શહેરમાં ઓનલાઈન અભ્યાસ દરમિયાનનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરાએ અભ્યાસ કરવાના બહાને રૂમમાં એકલી રહીને પોતાના ગુપ્ત ભાગના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે. આ સાથે તેને પોતાની માસીની દીકરીને પણ આવું કરવા જણાવ્યું હતુ, જે વાતની જાણ સગીરાના માતા-પિતાને થતાં જ બંનેને હાર્ટ-એટેક આવી ગયો હતો. આ મામલે માતાની સમજાવટ બાદ પણ સગીરાએ આ હરકતો ચાલુ રાખતાં માતાએ દીકરીને સમજાવવા મહિલા હેલ્પલાઇન અભયમ્ 181 ની મદદ લીધી હતી.
મણિનગર વિસ્તારમાં એક સગીરા તેનાં માતા-પિતા સાથે રહે છે. કોરોનાને કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ થયો હતો.જેથી તેને એક મોબાઈલ ફોન લઇ આપ્યો હતો. તેને અભ્યાસમાં તકલીફ ન પડે એના માટે એક પર્સનલ રૂમ પણ આપ્યો હતો.ધીરે ધીરે અભ્યાસ કરવાની જગ્યાએ ફોનનો તેણે દુરુપયોગ શરૂ કર્યો હતો.એકલતાનો લાભ લઈને સગીરા રૂમમાં પોતાના ગુપ્ત ભાગના ફોટો પાડતી હતી. ધીમે ધીમે તેને આવી પ્રવૃત્તિમાં રસ પડતાં તેણે ન્યૂડ વીડિયો બનાવવાના શરૂ કર્યાં હતા, પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાના શરૂ કર્યા હતા. એને કારણે તેની પોસ્ટ પર લોકોની ગંદી કોમેન્ટ આવવા લાગી હતી. સગીરાને આ બધુ ગમવા લાગ્યું હતુ.
સગીરાએ પોતાની માસીની દીકરીને આ વાત જણાવતા અને તેને પણ આ રીતે ગુપ્ત ભાગના ફોટો પાડીને ન્યૂડ વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા કહ્યું હતું. માસીની દીકરીએ આ રીતે ગંદી હરકતો કરવાનું કહેતાં તેણે પોતાનાં માતા-પિતાને જાણ કરી હતી, જે બાદ સમગ્ર મામલે સગીરાના પરિવારને આ મામલે જાણ કરવામાં આવતા પોતાની દિકરીની આવી હરકતો સાંભળી માતા-પિતાને હાર્ટ એટેક આવી ગયો હતો. તેમણે સગીરાને ખૂબ સમજાવી હતી, પરંતુ થોડા દિવસ બાદ ફરીથી તેણે પોતાની આવી હરકતો શરૂ કરી દીધી હતી. સગીરાએ આવી હરકતો બંધ ન કરતાં તેમણે મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી.
મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના ઘરે જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેને સાયબર ક્રાઈમ અને ચાઈલ્ડ હેલ્પલાઇન વિશે માહિતી આપીને આવી હરકતો ન કરવા સમજાવી હતી.દીકરીની હરકતોને જોઈ માતા-પિતાએ તેને રાખવાની ના પાડી દીધી હતી. જેથી તેને ચિલ્ડ્રન હોમ્સ વિશે જણાવ્યું હતું. સગીરાને પોતાની કરેલી હરકતોથી પસ્તાવો થયો હતો, પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ મારી દીધું હતું. જ્યાં સુધી પોતાનાં માતા-પિતા ન કહે ત્યાં સુધી મોબાઈલ નહીં વાપરે તેવું પણ જણાવ્યું હતુ. માતાની હાજરીમાં જ મોબાઈલથી ઓનલાઇન અભ્યાસ કરશે તેવી તેણે બાહેંધરી હતી, ત્યારે દરેક વાલીઓએ પોતાના સંતાનોને સમય આપવો જોઇએ અને તેમની પ્રવૃતિઓ પર નજર રાખવી જોઇએ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29