Wed,17 April 2024,4:51 am
Print
header

ગુજરાત ચૂંટણીઃ વધુમાં વધુ બેઠકો જીતવા ભાજપનો વધુ એક માસ્ટર સ્ટ્રોક- Gujarat Post News

(file photo)

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે રાજ્યમાં પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે મોટી જીત મેળવવા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર પ્રભારીઓને જવાબદારી આપવામાં આવી છે. જેથી મતદાન બુથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે. પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરીંગ કરાશે. વોર્ડથી માંડીને બુથ સુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરાશે. 

ભારતીય જનતા પાર્ટી જીત માટે જૂના રાજકીય ફોર્મ્યુલાથી લઈને નવા જાતિવાદી સમીકરણ સુધીનો રાજકીય દાવ રમી રહી છે.આ અંતર્ગત પાર્ટીએ પાટીદારો અને ઓબીસી નેતાઓને ટિકિટ વહેંચણીમાં પ્રાધાન્ય આપ્યું છે.ભાજપે 40 પાટીદારો, 49 ઓબીસી, 24 અનુસૂચિત જનજાતિ, 13 અનુસૂચિત જાતિ, 13 બ્રાહ્મણો, 3 જૈન અને 17 ટિકિટ ક્ષત્રિય સમાજના ઉમેદવારોને આપી છે.

40 પાટીદાર ઉમેદવારોમાંથી 23 ટિકિટ લેઉવા પાટીદાર સમાજના લોકોને અને 17 ટિકિટ કડવા પાટીદાર સમાજના લોકોને આપવામાં આવી છે. પાર્ટીએ 49 ઓબીસી ઉમેદવારોમાં સૌથી વધારે કોળી સમાજને 17 અને ઠાકોર સમાજને 14 ટિકિટ આપી છે. આ રીતે આ ચાર જાતિઓને કુલ 71 એટલે કે 44 ટકા ટિકિટ આપવામાં આવી છે. મિશન 2022 અંતર્ગત ભાજપ આ જાતિઓ પર ફોકસ કરી રહ્યું છે. ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch