અમદાવાદઃ લવ જેહાદનો ચોંકાવનારો વધુ એક કિસ્સો આવ્યો છે, એક વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને નકલી આધાર કાર્ડને આધારે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપીનું અસલી નામ મોહસીન ખાન અહેમદ ખાન પઠાણ છે. તે છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદની AMTS બસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આરોપીએ પોતાનું નામ મોહિત પટેલ હોવાનું જણાવ્યું હતુ અને તે કુંવારો છે તેવી ખોટી માહિતી આપીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી.
યુવતીને વિશ્વાસમાં લેવા માટે તેણે મોહિત પટેલના નામનું એક નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતુ. આ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને તે યુવતીને અલગ-અલગ હોટલોમાં લઈ જતો હતો અને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
યુવતીને આરોપીની હિલચાલ પર શંકા જતાં તેણે ગુપ્ત રીતે આરોપીનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો. ફોનમાંથી તેને આરોપીની બહેનનો નંબર મળ્યો હતો. તેની સાથે વાતચીત કરતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેને જાણવા મળ્યું કે, મોહિત ખરેખર મોહસીન ખાન છે. તે અગાઉથી જ પરણિત છે અને તેને ત્રણ બાળકો પણ છે.
જ્યારે યુવતીએ આ બાબતે મોહસીનને પૂછ્યું, ત્યારે તેણે પોતાની અસલી ઓળખ છુપાવવા માટે યુવતીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. અંતે ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવ્યાં હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી મોહસીન ખાનની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી મોહિત પટેલના નામવાળા બનાવટી આધાર કાર્ડની ઝેરોક્સ કબજે કરી છે.
પોલીસે હવે નકલી આધાર કાર્ડ બનાવવામાં તેને કોણે મદદ કરી ? શું આરોપીએ આ પહેલા અન્ય કોઈ યુવતીઓને પણ આ રીતે પોતાની જાળમાં ફસાવી છે ? તેમજ તેના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ફોન રેકોર્ડ્સની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
પોલીસ કોન્સ્ટેબલે રૂ. 1,20,000 ની લાંચની માંગણી કરી, પ્રજાજન તેના વતી લાંંચ લેતા એસીબીમાં ફસાયો | 2026-04-10 09:04:14
ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીઓનાં મોતના દાવા મામલે નવો વળાંક આવ્યો | 2026-04-09 16:34:55