Fri,19 April 2024,4:52 am
Print
header

ગોપાલ ઈટાલીયાની વધશે મુશ્કેલીઓ, શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવવા બદલ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ- Gujarat Post

(કેજરીવાલ સાથે ગોપાલ ઈટાલીયા)

દ્વારકામાં કેજરીવાલની મુલાકાત વખતે ઈટાલીયાએ ભગવાન કૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યાં હતા

ઇટાલીયાના આ પ્રકારના નિવેદન બાદ દ્વારકાધીશના ભક્તો રોષે ભરાયા હતા

આહિર સમાજના યુવકે આ મુદ્દે નોંધાવી ફરિયાદ

ભાવનગરઃ અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં દ્વારકાની મુલાકાત લીધી હતી, આ સમયે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની જીભ લપસી હતી અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ તેમના સંબોધન દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યાં હતા.

ઇટાલીયાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યાં છે. ગોપાલ ઇટાલીયાના આ પ્રકારના નિવેદન બાદ દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઈટાલીયાના આ નિવેદન બદલ તેમની સામે સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાવવા બદલ અમિત આહિર દ્વારા ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં રવિવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બે દિવસ પહેલા આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે.ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ઉચ્ચાયેલા શબ્દો અંગે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ દાખલ થઈ છે. એક નિવેદમાં હર્ષ સંઘવીને ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ સંધવી કહ્યા હતા. તેમજ ગોપાલ ઈટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' તરીકે પણ સંબોધન કર્યું હતું. ત્યારે સોના-ચાંદીના વેપારી પ્રતાપભાઈ જીરાવાલાએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch