Tue,23 April 2024,5:04 pm
Print
header

કિરણે કેટલાયનું એ કરી નાખ્યું, GPCB ના લાયસન્સના નામે 43 લાખ રૂપિયા પડાવ્યાં હતા

અમદાવાદઃ નકલી પીએમઓ ઓફિસર બનીને કાશ્મીરમાં રોલો પાડનારો મહાઠગ કિરણ પટેલ પોલીસની પક્કડમાં આવ્યાં બાદ તેની પૂછપરછ ચાલી રહી છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની સામે વધુ એક ઠગાઇની ફરીયાદ નોંધાઇ છે. કિરણે કેમિકલની ફેક્ટરી અને સીરામીક ફેક્ટરીના માલિકને કલાસ-1 અધિકારીની ઓળખ આપીને જીપીસીબીનું લાયસન્સ અપાવવાનું કહીને રૂ. 43 લાખ પડાવ્યાં હતા. આ સમયે તેની પત્ની પણ સાથે હતી. વેપારીને 8 મહિના થવા છતાં લાયસન્સ મળ્યું ન હતું. જે બાદ ફેક્ટરી માલિકે ગાંધીનગર જીપીસીબીની ઓફિસે તપાસ કરતા આરોપીએ કોઇ કંપનીના લાઇસન્સ માટે અરજી ન કરી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ કિરણ પટેલ નામનો ક્લાસ-1 અધિકારી આ કચેરીમાં ન હોવાનું જાણવા મળ્યું હતું.

કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરૂધ્ધ મોરબીના જોધપર નદી ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેઓ બી.એન.બ્રધર્સ નામથી સિરામિક મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવે છે. બીજોટિક લાઇફ્ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ખારચિયા ખાતે કેમિકલની ફેક્ટરીમાં સ્લિપિંગ પાર્ટનર પણ છે. 2017માં ભરતભાઈને કિરણ પટેલનો સંપર્ક થયો હતો. તે સમયે કિરણ પટેલે પોતે ક્લાસ 1 ઓફીસર અને સરકારમાં તેનુ સારૂ વર્ચસ્વ હોવાની વાત ભરતભાઈને કરી હતી. જો કે ઘણો સમય થવા છતાં લાયસન્સ મળ્યું ન હતું. આખરે કિરણનું ભોપાળું બહાર આવતાં તેમણે પણ ફરિયાદ નોંધાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch