Fri,26 April 2024,12:45 am
Print
header

સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત, રાત્રે ઉંઘી ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં- Gujarat Post

(demo pic)

સુરતઃ યંગસ્ટર્સમાં હાર્ટએટેકને કારણે મોતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. સુરતમાં હાર્ટ એટેકથી મોતની વધુ એક ઘટના સામે આવી છે. સચિન સુડા સેકટરમાં રહેતો 25 વર્ષીય બિહારવાસી યુવક રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો જ ન હતો. મૃતકનું હાર્ટએટેકથી મોત થયું હતું.

મૂળ બિહારનો વતની અને હાલ સચિન સુડા સેકટરમાં હમવતની સાથે રૂમ પાર્ટનર તરીકે રહેતો વિજય રામાનંદ શર્મા (ઉ.વ.25) મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રાત્રે વિજય શર્મા જમીને ઘનશ્યામ નામના યુવક સાથે ઉંઘી ગયો અને સવારે ઉઠ્યો ન હતો, ઘનશ્યામે તેને ઉઠાડવાની કોશિશ કરતાં જાગ્યો ન હતો. જેથી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તપાસ કરતા તેનું મોત થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. લાશને પીએમ માટે મોકલી હતી.

એએસઆઈ પ્રવિણ દેસલેએ જણાવ્યું કે મૃતકને સુતા પહેલા થોડી ગભરામણ થઇ હતી અને છાતીમાં દુખાવો થઈ રહ્યો હોવાનું તેના પાર્ટનર ઘનશ્યામે કહ્યું હતું. જે બાદ વિજય સુઈ ગયો હતો અને સવારે ઉઠ્યો જ ન હતો. થોડા દિવસો પહેલા સુરતમાં યોગ કરતા એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું હતું. તાજેતરમાં રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા.આમ આવી ઘટનાઓ વધી રહી છે જે ચિંતાજનક છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch