કેનેડાઃ હાલમાં જ અમેરિકામાં ગુજરાતી મહિલાના મોતના સમાચારો ચાલી રહ્યાં છે, ત્યા હવે વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે, કેનેડામા મૂળ આણંદના બોરસદની 22 વર્ષીય વિધી મેઘાની હત્યા કરી નાખવામાં આવી છે.
નાયગ્રા વિસ્તારમાં રહેલી વિધી કલ્પેશ મેઘા અભ્યાસની સાથે નોકરી કરતી હતી, અને પીઆર માટે તે તૈયારીઓ કરતી હતી. તે ચાર વર્ષથી કનેડામાં રહેતી હતી.
ગત 15 મેના રોજ વિધી પોતાના ઘરેથી બહાર ગઈ હતી, અમેરિકન બોર્ડરની નજીક આવેલા વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તેના પર ચાકૂ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ કેનેડાની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વિધી પર હુમલો કરનાર કોણ હતા અને હત્યા પાછળનો હેતુ શું હતો, તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ બોરસદમાં રહેતો મૃતકનો પરિવાર આઘાતમાં છે અને આ કેસમાં આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39