Fri,26 April 2024,1:02 am
Print
header

મુંદ્રા પોર્ટ પરથી 90 કિલો ગાંજો(American marijuana)જપ્ત – Gujarat Post

(મુંદ્રા પોર્ટની ફાઇલ તસવીર)

ગુજરાતનો દરિયાકાંઠો નશીલા પદાર્થોની હેરફેરનું હબ ?

ભંગારની આડમાં છૂપાવાયો હતો ગાંજાનો જથ્થો

અફઘાનિસ્તાનથી લોડ થયેલા કન્ટેનરમાંથી 90 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

કચ્છઃ કચ્છમાં મુંદ્રા પોર્ટ (mundra port) પર ફરી એક વખત મોટી માત્રામાં નશાનો સામાન પકડાયો છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની(ncb) ટીમ કંટેનરમાંથી છુપાવીને લઈ જવાતો અમેરિકન ગાંજો (American marijuana) જપ્ત કર્યો છે. જેને ભંગારમાં છુપાવીને લઈ જવાતો હતો.

એનસીબીની (ncb) ટીમે બુધવારે મુંદ્રા પોર્ટ પર આવેલા એક કંટેનરની તપાસ કરી હતી. જેમાંથી ગાંજાના 90 પેકેટ જપ્ત કરાયા હતા. તપાસ દરમિયાન ભંગારમાંથી આ જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થો પંજાબ મોકલવાનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. 90 કિલો ગાંજાનો જથ્થો ભંગારની આડમાં અફઘાનિસ્તાનથી લોડ થયેલા કન્ટેનરમાં ઘુસાડવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.આગામી દિવસોમાં તેમાં નવા ખુલાસા થશે. સૂત્રોના કહેવા મુજબ આ જથ્થો ટ્રેન મારફતે પંજાબ મોકલવાનો હતો. થોડા મહિનાઓ પહેલા મુદ્રા પોર્ટ પરથી 21000 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું, ફરીથી અહીથી નશીલો ગાંજો પકડા છે, જેની કિંમત પણ લાખો રૂપિયામાં છે. હાલમાં એજન્સીઓ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch