માલાધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો
વડોદરાઃ સ્વામિનારાયણ સંપ્રદાય તેમના વિવાદોને લઈને સતત ચર્ચામાં છે. હવે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકથી વિવાદ સર્જાયો છે. પુસ્તકમાં શ્રીમંત આબાસાહેબની વાતનો ઉલ્લેખ કરતા નવો દાવો કરવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, એક વખત તેમણે સ્વામીને પૂછ્યું જે, 'સ્વામી ! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે, તેનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે ?' ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, 'ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય ? જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.' ઉપરાંત, તેમાં લખવામાં આવ્યું છે કે, 'તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વ જન્મના વેરી છે, તેથી તમને ખોટા માર્ગે લઈ ચાલ્યાં હતા પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી હતી.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી એક વખત વિવાદમા આવ્યાં છે અને 'શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો' નામના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે પુસ્તકની વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ વિષે કહેવાયું છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાનને જોવા હોય તો વડતાલ જાઓ.જેને કારણે હિંદુ ધર્મના અનુયાયીઓ અને વિશેષ કરીને માલધારી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.
સ્વામીનારાયણ સંપ્રદાયનાં આ પુસ્તકનાં દાવાથી માલધારી સમાજ ગુસ્સામાં છે અને માંગ કરી છે કે આ પુસ્તક જેના દ્વારા લખાયું હોય તેમણે દ્વારિકા આવીને ભગવાન કૃષ્ણની માફી માગવી જોઈએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
રૂ. 20 કરોડના ચમત્કારિક સુલેમાની પથ્થરના નામ જોરદાર છેતરપિંડી, લાઇવ ડેમો વીડિયોમાં ચમત્કાર પણ બતાવ્યો ! | 2026-06-11 20:43:53
વેબ સિરીઝમાંથી છેતરપિંડીનો ખેલ શીખ્યા, વડોદરામાંથી નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું | 2026-06-08 09:04:25
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતા દાખલ | 2026-06-02 15:55:32
અમદાવાદમાં રાતે ગાજવીજ સાથે વરસાદ, દાહોદમાં સ્માર્ટ સિટીનું મહાકાય સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 નાં મોત | 2026-06-02 08:57:07
વડોદરામાં રેલવેના ટીટીની શરમજનક કરતૂત: ડ્રેસ પોતાના સગાને પહોંચાડવા આવેલી યુવતી સાથે કરી અશ્લિલ હરકતો | 2026-05-30 17:01:31