અમદાવાદઃ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અમદાવાદના બોપલ, ચાંદખેડા, સાબરમતી, વાડજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે સુરત, વડોદરા, જામનગર, મોરબી, કચ્છ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં આજે રથયાત્રાના દિવસે વરસાદ પડ્યો છે. સવારથી ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી.
રથયાત્રાના દિવસે વરસાદ પડતા ભક્તોને ઉકડાટમાંથી રાહત મળી હતી. ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાના અવસરે અમદાવાદ જાણે ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભગવાનની નગરચર્યામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
અમદાવાદમાં આજે ભારે ગરમી અને બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર પણ અમીછાંટણા થતાં ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કાલુપુર વિસ્તારમાં ભગવાનના રથ પર અમીછાંટણા થતાં ભક્તોએ તેને શુભ સંકેત માન્યો હતો.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
Exclusive: SGST માં ઉચ્ચ અધિકારીઓ પાસે માત્ર મંજીરા ખખડાવવાનું કામ ! રોડ પર કોડવર્ડથી ચાલતા કૌભાંડમાં હવે ગાંધીનગરથી તપાસ જરૂરી | 2026-08-06 10:51:22
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
નકલી કોલ સેન્ટર મામલે ED નો સપાટો, વિકાસ નિમાર ઉર્ફે મીસ્ટી બાદ તેના પિતાને પણ એજન્સી ઉપાડી ગઇ | 2026-08-05 22:11:23
ACB એ પોલીસ કર્મચારીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, દેશી દારુ મામલે લીધી હતી લાંચ | 2026-08-05 08:53:40