Sat,20 April 2024,2:22 am
Print
header

તો હવે ભારતમાં જ બનશે રાફેલ પ્લેન ? ફ્રાન્સે આપી આ મોટી ઓફર

નવી દિલ્હીઃ ભારતને સંરક્ષણ ક્ષેત્રે ફ્રાન્સ તરફથી એક મોટી ઓફર મળી છે. ફ્રાન્સે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભારતમાં પેન્થર હેલિકોપ્ટર અને રાફેલ ફાઇટર જેટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવાની ઓફર કરી છે, ફ્રાન્સે કહ્યું છે કે તે પેન્થર હેલિકોપ્ટરના 100% એસેમ્બલી યુનિટ અને રાફેલ ફાઇટર જેટની 70% એસેમ્બલી યુનિટને ભારત ખસેડવાની તૈયારીમાં છે. ફ્રાન્સે એસેમ્બલી લાઇન ઉપરાંત ભારતને સંપૂર્ણ તકનીક આપવાની ઓફર કરી છે, જેનાથી લડાકુ વિમાનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે.

આપને જણાવી દઈએ કે આ અઠવાડિયે ભારત અને ફ્રાન્સ વચ્ચે 34મો સ્ટ્રેટેજિક ડાયલોગ થયો હતો. આ સંવાદમાં ફ્રાન્સે ખાતરી આપી હતી કે તે ભારતના દુશ્મનોને ભારતીય સૈન્ય સાથે વહેંચાયેલ શસ્ત્રો અને સંરક્ષણ તકનીક નહીં આપે. ફ્રાન્સે ભારતને માહિતી આપી છે કે પાકિસ્તાન સાથેના તેના સંબંધ નીચા સ્તરે પહોંચી ગયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભૂતકાળમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરુદ્ધ અનેક અંગત નિવેદનો આપ્યાં હતા. માનવામાં આવે છે કે હવે ફ્રાન્સ પાકિસ્તાનને સૈન્ય સામાન નહીં આપે. ફ્રાન્સે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે યુએનમાં ભારતનું સમર્થન કરશે. ભારતીય નેતાઓ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે આ વાટાઘાટો થઈ હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યાં મુજબ શક્યતા છે કે 36 રાફેલ લડાકુ વિમાનોનો કરાર વધારવામાં આવે. ફ્રાન્સની સરકારે ભારતમાં પેન્થર હેલિકોપ્ટર બનાવવાની વાત કરી છે.

AS565 MBe હેલિકોપ્ટરની ખાસિયત

ફ્રાન્સે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રાફેલ વિમાન માટે 70% એસેમ્બલી લાઇન અને પેન્થર હેલિકોપ્ટર માટે 100% પ્રદાન કરવામાં આવશે. ભારત સરકાર હાલમાં નૌકાદળ માટે મધ્યમ હેલિકોપ્ટરની પણ શોધ કરી રહી છે. Airbus AS565 MBe હેલિકોપ્ટરની વિશેષ સુવિધા એ છે કે તે કોઈપણ સીઝનમાં ઉડી શકે છે અને ઘણા યોગદાન આપી શકે છે. હેલિકોપ્ટર શિપ ડેક, ઓફશોર લોકેશન્સ અને લેન્ડ બેસ્ડ સાઇટ્સના ઓપરેશન માટે બનાવવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch