નવી દિલ્હીઃ ભાજપ સાંસદ કંગના રણૌતે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરનારા પ્રદર્શનકારીઓનને ગટર જનરેશન ગણાવતા હોબાળો સર્જાયો છે. ભાજપના સાંસદ કંગના રણૌતના નિવેદન પર કટાક્ષ કરતા કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે, કંગનાને તેમની પોતાની પાર્ટીના સભ્યો પણ બહુ મહત્વ આપતા નથી કે તેમને ગંભીરતાથી લેતા નથી, તો પછી આપણે શા માટે લેવા જોઈએ ? મને નથી લાગતું કે Gen Z, Gen Alpha કે પછી આજની યુવા પેઢીમાંથી કોઈ પણ તેમને સીરિયસલી લે છે કે તેમની વાતો સાંભળે છે.
તેમણે કહ્યું કે, તેઓ હવે એક નેતા બની ગયા છે. જ્યારે તેમણે હિમાચલ પ્રદેશમાં પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી, ત્યારનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે વિચાર્યું હતું કે આ કામમાં બહુ ઓછી મહેનત કરવી પડશે, પરંતુ પાછળથી તેમને સમજાયું કે સાંસદ હોવાનો અર્થ ખૂબ જ સખત મહેનત કરવાનો છે. આ વાત જ તેમની પોતાની ગંભીરતા વિશે ઘણું બધું કહી જાય છે.
અભિનેત્રી અને સાંસદ કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબી પોસ્ટ શેર કરીને આજના યુવાનોની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે લખ્યું કે, સૌથી વધુ આઘાતજનક વર્તન એ યુવાન હિંદુ યુવતીઓનું છે, જેઓ પોતે સ્વતંત્રતા મેળવ્યાં કે કમાયા વિના જ આત્મનિર્ભર કરિયર વિમેનની નકલ કરવા માંગે છે. જે મહિલાઓ વાસ્તવમાં આત્મનિર્ભર છે, તેઓ બોલ્ડ વિચારો રાખે છે, બળવાખોર નિર્ણયો લે છે, અપ્રચલિત કરિયરના વિકલ્પો પસંદ કરે છે અને પોતાના દરેક કામની જવાબદારી જાતે સ્વીકારે છે.
તેમણે કહ્યું કે, આત્મનિર્ભર મહિલાઓએ આ બધું એટલા માટે કરવું પડે છે કારણ કે તેઓ પોતાના દમ પર જીવે છે, પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે નહીં. પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત કહેવાતી ભારતીય મહિલાઓની આ એક નવી પેઢી તૈયાર થઈ છે, જેને હું જનરેશન ગટર કહું છું. Gen-Z દ્વારા વાપરવામાં આવી રહેલી ભાષા અત્યંત અસભ્ય છે. તેમણે સવાલ કર્યો કે આ લોકોને કોણે જન્મ આપ્યો છે અને કોણ ઉછેરી રહ્યું છે ? ભારત હંમેશાથી પોતાની સંસ્કૃતિ અને શાલીનતા માટે જાણીતું છે, પરંતુ આવા વર્તનથી દેશની ગરિમાને નુકસાન પહોંચે છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
ગુજરાતમાં ખેડૂતોને ન્યાય ન મળતા હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી, મોરબીના રવાપરમાં 8 ઓગસ્ટે કિસાન મહાસભા | 2026-08-06 18:38:58
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
સુરત ભાજપનો આંતરિક વિવાદ બન્યો હિંસક: MLA કાંતિ બલરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને પતિ પર હુમલો | 2026-08-05 16:45:26
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખથી શરૂ થશે | 2026-08-03 19:05:52
બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત: 31 વર્ષ પછી ભાજપના ગઢમાં ઈતિહાસ રચાયો | 2026-08-03 18:59:13
રૂ. 21 કરોડથી વધુની સાયબર છેતરપિંડી, ભાજપના નેતાની ધરપકડ, ખાતામાંથી રૂ. 50 લાખ મળ્યાં | 2026-08-06 18:24:17
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29