Fri,19 April 2024,3:51 pm
Print
header

વધુ એક મુશ્કેલી ! ઓમિક્રોનના ખતરા વચ્ચે બેંગલુરુમાં સાઉથ આફ્રિકન દેશોથી પરત ફરેલા 10 વિદેશી ગુમ

બેંગલુરુઃ ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા વધી રહી છે. ભારતમાં પણ આરોગ્ય વિભાગ ખૂબ જ સતર્ક થયું છે. કર્ણાટકના બેંગલુરુમાં સાઉથ આફ્રિકાના દેશોમાંથી આવેલા 10 વિદેશી નાગરિકો ગુમ થઇ ગયા છે. બેંગલુરુ મહાનગરપાલિકા અને સ્વાસ્થ્ય અધિકારીઓનો તેઓની સાથે કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. બેંગલુરુમાં જ ઓમિક્રોનનો ભારતનો પ્રથમ કેસ નોંધાયો હતો.તે વ્યક્તિ સાઉથ આફ્રિકાથી પાછો ફર્યો હતો. એવામાં આ નાગરિકો સાથે સંપર્ક ના થતા વહીવટી તંત્ર દોડતુ થયું છે.

તમામ વિદેશી નાગરિકોની સાઉથ આફ્રિકાના દેશોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. ચિંતાની વાત એ છે કે આ તમામના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યાં છે. જેથી તેઓને ટ્રેસ કરી શકાતા નથી.બેંગલુરુ મહાનગરપાલિકાના કમિશનર ગૌરવ ગુપ્તાએ કહ્યું કે તમામ વિદેશી નાગરિક સાઉથ આફ્રિકાના દેશોમાંથી આવ્યાં છે. તેઓના પણ ફોન બંધ છે.ઓમિક્રોન આવ્યાં બાદ સાઉથ આફ્રિકામાંથી બેંગલુરુમાં 57 મુસાફરો આવ્યા છે, જેમાંથી 10ની કોઇ સંપર્ક થઇ શકતો નથી.આ મુસાફરોએ એરપોર્ટ પર જે એડ્રેસ આપ્યું હતું તેના પર પણ તેઓ મળ્યાં ન હતા. જેમની હાલમાં શોધખોળ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch