Thu,25 April 2024,5:41 pm
Print
header

પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને માસ્ટર સ્ટ્રોક મારી શકે છે આમ આદમી પાર્ટી-Gujarat post

ગુજરાતના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આંદોલનો કરી રહ્યાં છે

પંજાબમાં જૂની પેન્શન યોજના ચાલુ થશે તો કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક ગણાશે

ચંડીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે તેઓ સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવા વિચાર કરી રહ્યાં છે. 2004માં બંધ કરાયેલી જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવી રાજ્ય સરકારના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ પૈકીની એક છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને કહ્યું, "અમારી સરકાર જૂની પેન્શન સિસ્ટમ (OPS) પર પાછા ફરવાનું વિચારી રહી છે. મેં મારા મુખ્ય સચિવને તેના અમલીકરણની શક્યતાઓ પર અભ્યાસ કરવા કહ્યું છે.અમે અમારા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ,"  ગયા વર્ષે ઓગસ્ટમાં આમ આદમી પાર્ટીના નેતા અને વર્તમાન નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ વચન આપ્યું હતું કે જો આપ પાર્ટી પંજાબમાં સત્તા પર આવશે તો જૂની પેન્શન યોજના ફરી લાગુ કરાશે.

પંજાબ સિવિલ સચિવાલય સ્ટાફ એસોસિયેશન ના અધ્યક્ષ સુખચૈન સિંહ ખૈરાએ આ જાહેરાતનું સ્વાગત કર્યું અને કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓ જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

ગુજરાતમાં પણ આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્ય સરકારના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન કરી રહ્યાં છે. ત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની માન સરકાર જૂની પેન્શન યોજના ફરી લાગુ કરી ગુજરાતમાં તેનો રાજકીય ફાયદો મેળવી શકે છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch