Sat,20 April 2024,3:26 pm
Print
header

શાંતિની વાત કરીને આતંકવાદ ફેલાવવાનું તમારું કામ છે, PAK PM શાહબાઝ શરીફના આરોપો પર ભારતનો વળતો પ્રહાર- Gujarat Post

(પાક.ને જવાબ આપતું ભારત)

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે પાકિસ્તાનના ખોટા આરોપનો જડબાતોડ જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના ફર્સ્ટ સેક્રેટરી મિજિતો વિનિટોએ કહ્યું કે, આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાને ભારત પર ખોટા આરોપો મૂક્યા તે ખેદજનક છે. પાકિસ્તાનના વડાપ્રધાને પોતાના દેશમાં ચાલી રહેલા દુષ્કર્મોને છુપાવવા માટે આ પ્લેટફોર્મનો ખુલ્લેઆમ દુરુપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે જે દેશ દાવો કરે છે કે તે તેના પડોશીઓ સાથે શાંતિ ઇચ્છે છે, તે ક્યારેય સરહદ પારના આતંકવાદને સ્વીકારશે નહીં અથવા મુંબઈ આતંકવાદી હુમલાના આતંકીઓને આશ્રય આપશે નહીં.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ મંચ પરથી કહ્યું હતું કે મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે ભારતે એ સંદેશ સમજવો જોઈએ કે બંને દેશ એકબીજા સાથે જોડાયેલા છે. યુદ્ધ કોઈ ઉકેલ નથી, માત્ર શાંતિપૂર્ણ વાતચીત જ કાશ્મીરના મુદ્દાને હલ કરી શકે છે જેથી કરીને આવનારા સમયમાં વિશ્વ વધુ શાંતિપૂર્ણ બને.

ભારતીય રાજદૂત મિજિતો વિનિટોએ કહ્યું કે, પાકિસ્તાને ભારત પર ખોટા આરોપો લગાવતા પહેલા પોતાના કાળા હાથનો ખુલાસો કરવો જોઈએ. વિંટોએ ભારપૂર્વક કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પર દાવો કરવાને બદલે ઈસ્લામાબાદે સીમાપારનો આતંકવાદ બંધ કરવો જોઈએ.

વિનિટોએ કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર ચાલુ છે. લઘુમતી સમુદાયની હજારો યુવતીઓનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. તો આપણે આ અંતર્ગત માનસિકતા વિશે શું તારણ કાઢી શકીએ ? તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુ, શીખ અને ખ્રિસ્તી પરિવારોની છોકરીઓનું બળજબરીથી અપહરણ કરવામાં આવે છે, લગ્ન કરવામાં આવે છે અને પછી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. વિશ્વના અન્ય દેશોએ આ વાત કરવી જોઇએ.તે માનવ અધિકારો, લઘુમતી અધિકારો અને મૂળભૂત શિષ્ટાચાર વિશે ચિંતાનો વિષય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch