Thu,25 April 2024,7:28 am
Print
header

નૂપુર શર્માના નિવેદન બાદ ફાટી નીકળેલી હિંસામાં પાકિસ્તાનનો હાથ, રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ- Gujarat Post

(ફાઇલ તસવીર)

ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટરનો રિપોર્ટ

60 હજારથી વધુ ટ્વિટર યુઝર્સની પોસ્ટ અને કોમેન્ટ્સનું એનાલિસિસ કરાયું

પાકિસ્તાનના 7 હજારથી વધુ ટ્વિટર એકાઉન્ટે ફેક ન્યૂઝની મદદથી ભારતમાં રમખાણો ભડકાવવાનું ષડયંત્ર કર્યું

નવી દિલ્હીઃ પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ દેશના ઘણા શહેરોમાં હિંસા ફાટી નીકળી. હિંસા ભડકાવવા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે પાકિસ્તાનના 7 હજારથી વધુ ટ્વિટર એકાઉન્ટ ફેક ન્યૂઝની મદદથી ભારતમાં રમખાણો ભડકાવવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા.

આ વિવાદ અને હિંસા સંબંધિત જે પણ હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યાં છે, તેમાં મોટાભાગના કોમેન્ટ કરનારા પાકિસ્તાની છે. ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટરના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. DFRAC એ તેના અહેવાલમાં 60 હજારથી વધુ ટ્વિટર યુઝર્સની પોસ્ટ અને કોમેન્ટ્સનું એનાલિસિસ કર્યું છે.

એનાલિસિસમાં જાણવા મળ્યું કે આ 60,000 યુઝર્સમાંથી મોટાભાગના બિન-વેરિફાઇડ એકાઉન્ટ્સ ધરાવતા હતા. તેમાંથી લગભગ 7,100 લોકો પાકિસ્તાનના હતા.રિપોર્ટ મુજબ, સ્પષ્ટ છે કે વિવાદ સાથે જોડાયેલા હેશટેગને પાકિસ્તાનના ટ્વિટર એકાઉન્ટ્સથી ફોરવર્ડ અને રિટ્વિટ કરવામાં આવી રહ્યાં છે. 3,000 એકાઉન્ટ્સ સાઉદી અરેબિયાના હતા. 2,500 એકાઉન્ટ્સ ભારતમાંથી 1,400 ઈજિપ્તમાંથી 1,000થી વધુ યુએસ અને કુવૈતના હતા. નોંધનિય છે કે નૂપુર શર્માએ મહમંદ પયંગબર સાહેબ પર વિવાદિત ટિપ્પણી કરતા તેમનો વિરોધ થઇ રહ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch