Thu,18 April 2024,6:58 pm
Print
header

હવે તમે ગુજરાતીમાં પણ કરી શકશો MBBS, આગામી સત્રથી થશે અમલ- Gujarat Post

(Demo pic)

ગાંધીનગરઃ નવી શિક્ષણ નીતિ અંગે ગુજરાત સરકારની કેબિનેટમાં મોટો નિર્ણય કરાયો છે. મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતીમાં પણ કરી શકાશે. નવા શૈક્ષણિક સત્રથી આ અભ્યાસ શરૂ થાય તેવી સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. પહેલા ધોરણમાં ગુજરાતી ભણાવાય તેવો અભ્યાસક્રમ તૈયાર કરાઈ રહ્યો છે. હાલમાાં આ અભ્યાસક્રમો અંગ્રેજીમાં છે.

રાજ્યમાં વિવિધ ટેકનિકલ, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ માટે સામગ્રી ડિઝાઇન કરવા નિષ્ણાંત સમિતિઓની રચના કરવામાં આવી હોવાનું પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.. રાજ્યની 45 યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી ડીજી લોકર પર વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરી દીધી હોવાનું પણ જણાવ્યું હતું. 

ગુજરાતના વિદ્યાર્થીઓ વિવિધ ટેકનિકલ, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો ગુજરાતીમાં ભણી શકે તે માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ-2020માં દર્શાવેલા ધ્યેયો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 'ગુજરાત NEP સેલ' હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. પરિણામે નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતીમાં અભ્યાસક્રમો ઉપલબ્ધ થઈ જશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch