(ફાઇલ ફોટો)
જૂનાગઢઃ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી તબીબો, નકલી પોલીસ, નકલી અધિકારીઓ, નકલી દવા બાદ હવે નકલી ટિકિટ ઝડપાઈ છે. જૂનાગઢના વંથલી બસ સ્ટેશન પર ચેકિંગ વખતે મુસાફરો પાસેથી સમાન નંબરવાળી ટિકિટો મળતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજકોટ ડીવીઝનના મોરબી ડેપોના કંડક્ટર પાર્થ જશવંતરાય મોદીએ ગત 6 ડિસેમ્બરના પોતાની ફરજ દરમિયાન વેરાવળથી રાજકોટ જતા ચાર મુસાફરોને ડુપ્લીકેટ નંબરવાળી ચાર ટિકીટ તેમજ જૂનાગઢ જતા 7 મુસાફરોને અલગ-અલગ ડુપ્લીકેટ ટિકીટ મળીને કુલ 11 ટિકીટ આપી હતી. ચેકિંગ દરમિયાન નકલી ટિકિટનો ભાંડો ફૂટ્યો હતો.
કંડક્ટરે પ્રથમ એક ઓરિજનલ ટિકીટ કાઢી તે ટિકીટ તેના મોબાઈલમાં રહેલા કેમ સ્કેનરથી સ્કેન કરી તેની ઈમેજને તેની પાસે રહેલા થર્મલ રિસીપ્ટ પ્રિન્ટરને મોબાઈલના બ્લુટુથથી કનેક્ટ કરી ડુપ્લીકેટ ટિકીટોની પ્રિન્ટો મેળવી હતી. ત્યારબાદ આ ડુપ્લીકેટ ટિકીટો મુસાફરોને ઈશ્યૂં કરી હતી. એસટી બસ વંથલી બસ સ્ટેશન ખાતે આવેલી ત્યારે અધિકારી હિરાભાઈ નેભાભાઈ ખાંભલાએ મુસાફરોની ટિકીટની તપાસણી કરતા ડુપ્લીકેટ ટિકીટો જોવા મળતા ચોંકી ઉઠયા હતા અને તપાસમાં કંડક્ટરની સંડોવણી સામે આવી હતી. અધિકારીઓ દ્વારા કંડક્ટર પાર્થ મોદી વિરુધ્ધ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23
પંડિત પ્રદીપ મિશ્રાની કથા પર વિવાદ, પીએમ મોદી સહિત ભાજપના નેતાઓની તસવીરોવાળા હોર્ડિંગ્સ હટાવાયા | 2025-01-19 17:29:33
અમદાવાદમાં નરોડા પોલીસે બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી, PCR વાનમાં દારૂ અને રોકડ મળી હતી | 2025-01-18 19:16:33
ACB ટ્રેપઃ આણંદ જિલ્લામાં 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા આ પોલીસકર્મી ઝડપાયો | 2025-01-17 12:31:23
જામનગર DRI નું ઓપરેશન, કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં આવેલો સોપારીનો જથ્થો ઝડપાયો | 2025-01-17 12:06:17
ખેડામાં સીતાપુર પાસે અમદાવાદ-ઈન્દોર હાઇવે પર કાર પલટી જતા 4 લોકોનાં મોત, નીલગાય આવી જતા અકસ્માત | 2025-01-17 12:00:15
ACB ટ્રેપઃ છાપીમાં રૂ.50 લાખની લાંચની માંગણી, 15 લાખ રૂપિયા લેતા સરપંચનો પતિ ઝડપાયો | 2025-01-16 21:23:42
જામનગરમાં ભયાનક અકસ્માત, સ્પીડમાં જઈ રહેલી કાર પલટી જતા 3 મિત્રોનાં ઘટના સ્થળે જ મોત | 2025-01-16 16:49:26