Tue,08 October 2024,8:24 am
Print
header

શાકમાંથી દેડકો નીકળ્યો...પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કુમાર છાત્રાલયની કેન્ટીનમાં હોબાળો

Latest Palanpur News: રાજ્યમાં ખાદ્યપદાર્થમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત્ છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કુમાર છાત્રાલયના ભોજનાલયમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતી ભોજનની થાળીમાં વટાણાના શાકમાં દેડકો જોવા મળતા હોબાળો થયો હતો. આ ઘટનાનો ઉગ્ર વિરોધ દર્શાવી વિદ્યાર્થીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી હતી.

કુમાર છાત્રાલયના ભોજનાલયમાં જયારે વિદ્યાર્થીઓ જમવા બેઠા હતા, ત્યારે એક વિદ્યાર્થીની ભોજનની થાળીમાં પીરસાયેલા વટાણાના શાકમાં દેડકો આવી ગયો હતો. આ ઘટનાથી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં. તમામ વિદ્યાર્થીઓએ કુમાર છાત્રાલયથી પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી અને સુત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવાની અગવડતા અને ખાવાની ખરાબ ગુણવત્તા બાબતે પાલનપુરના સંચાલકોને પણ રજૂઆત કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch