વીડિયો માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાની ચર્ચા
દારૂપાર્ટીમાં પોલીસ હેડ ક્વાર્ટરનો કર્મી પણ સામેલ હોવાની અટકળો
રાજકોટઃ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેના લીરા ઉડાડતી અનેક ઘટના સામે આવી છે.તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં છૂટથી દારૂ મળતો હોવાનું સાબિત થયું છે. આ ઘટનાના 24 કલાકની અંદર વલસાડમાં પોલીસકર્મી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જે બાદ હવે રાજકોટમાં બંધ ઑફિસમાં દારૂ પાર્ટી થતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. બુધવારના રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી યોજાઇ હતી.આ વીડિયોમાં 12 જેટલા વ્યક્તિઓ જોવા મળી રહ્યાં હતા. એક તરફ દારૂ પાર્ટી થઇ રહી છે તો બીજી તરફ દારૂના નશામાં ચૂર થઇને ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાની ચર્ચા છે.
દારૂ પાર્ટી મામલે પોલીસે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની રણછોડનગર શેરી નંબર 16ની ઓફિસમાં દારૂ પાર્ટી થઇ હતી. વીડિયોમાં 12 લોકો દારૂ પી નાચગાન કરતાં દેખાઈ રહ્યાં છે. વીડિયો વાયરલ થતાં પોલીસે એક્શન લઈને 6 લોકોની અટકાયત કરી છે જ્યારે અન્ય 6 લોકોને પકડવા તજવીજ હાથ ધરી છે. મોટો ઘટસ્ફોટ એ થયો છે કે આ દારૂપાર્ટીમાં પોલીસ હેડ ક્વાર્ટરનો કર્મી વીરા ચાવડા સામેલ હોવાની ચર્ચાઓ છે.
સમગ્ર ઘટનાને લઈ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું, વાયરલ વીડિયો અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં 6 લોકોની અટકાયત કરી છે અન્ય 6ની શોધખોળ ચાલુ પોલીસ કોન્સ્ટેબલ પાર્ટીમાં હતા કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
ચીનને લાગ્યા મરચાં, તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે નેન્સી પેલોસીએ કરી મુલાકાત, કહ્યું મિત્રતા પર ગર્વ, દરેક સ્તરે આપીશું સાથ – Gujarat Post
2022-08-03 10:04:38
રાજકોટમાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ, પીએસઆઈ ઘાયલ –Gujarat Post
2022-08-03 10:00:35
ગુજરાતીઓને ગેરંટી, AAP ના અરવિંદ કેજરીવાલે કરી પાંચ મોટી જાહેરાત -Gujaratpost
2022-08-02 17:05:28