Fri,28 March 2025,1:45 am
Print
header

ACB ટ્રેપઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ તો હદ વટાવી દીધી છે... હવે ગાંધીનગરનો ASI રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝે મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર  અને પ્લાનીંગ આસીસ્ટન્ટ 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયો છે.

અશોક બેચરભાઇ ચૌધરી, સેકટર-7 પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. ફરીયાદી વિરૂધ્ધ નાણાંકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી થઈ હતી. તેની તપાસ તેઓ કરતા હતા.  એએસઆઈએ અરજી તપાસમાં હેરાનગતી નહીં કરવા અને ગુન્હો દાખલ નહી કરવાના અવેજ પેટે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ જામનગર એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતં. જેમાં આરોપી ફરિયાદીએ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી હતી અને સ્વીકારતા જ એસીબીએ ટ્રેપ કરી હતી.

ટ્રેપીંગ અધિકારી: આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર,  
જામનગર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી: કે.એચ.ગોહિલ,  ઇન્ચાર્જ મદદનીશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch