Fri,20 September 2024,11:43 am
Print
header

કિમ જોંગે ફરી પાડોશી દેશોને ડરાવ્યાં, ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરતાં જાપાનની ચિંતા વધી- Gujarat Post

સિઓલઃ ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. જેને લઇને પાડોશી દેશોની ચિંતા વધી ગઇ છે. તાનાશાહ કિમ જોંગે પહેલા પણ જાપાન, અમેરિકાને ધમકી આપી હતી અને હવે ફરીથી તે હથિયારો વધારી રહ્યાં છે.

દક્ષિણ કોરિયાના સૈન્યના નિવેદન બાદ બુધવારે સવારે જાપાને ઓકિનાવા વિસ્તાર માટે તેની મિસાઈલ ચેતવણી પ્રણાલી સક્રિય કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મિસાઈલ પરીક્ષણ અંગે પીએમઓએ કહ્યું કે એવું લાગે છે કે ઉત્તર કોરિયાએ મિસાઈલ લોન્ચ કરી છે. તેને ધ્યાનમાં રાખીને, લોકો ઇમારતો અથવા ભૂગર્ભ સ્થળોએ આશ્રય લઈ લે. જો કે, લગભગ 30 મિનિટ પછી, સરકારે ટ્વિટ કર્યું કે ચેતવણી રદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે આ મિસાઈલ જાપાની ક્ષેત્ર તરફ નહીં આવે.

જાપાને ઉત્તર કોરિયાને જવાબમાં પોતાની મિસાઈલ અર્લી વોર્નિંગ એલાર્મને એલર્ટ કર્યું છે. જો કે, આ ચેતવણીઓ સામાન્ય રીતે ઝડપથી પાછી ખેંચી લેવામાં આવે છે.

ઉત્તર કોરિયા જૂનમાં તેનો પ્રથમ સૈન્ય જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરશે. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સીએ લશ્કરી બાબતોના પ્રભારી એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું કે, તેમનો હેતુ યુએસ સૈન્ય કાર્યવાહી પર નજર રાખવાનો હતો. ઉત્તર કોરિયાએ જાપાનને 31 મે અને 11 જૂન વચ્ચે સેટેલાઇટ લોન્ચ કરવાની યોજનાની જાણ કર્યાના એક દિવસ બાદ આ વાત આવી છે. ગવર્નિંગ વર્કર્સ પાર્ટી ઓફના સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઉપાધ્યક્ષ રી પ્યોંગ-ચેઓલે એક નિવેદનમાં જણાવ્યું કે ઉત્તર કોરિયાની આ કવાયત યુદ્ધની તૈયારીઓને મજબૂત કરવા માટે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch