Thu,25 April 2024,9:05 am
Print
header

એક્ટ્રેસ નોરા ફતેહી કોરોના વાયરસથી સંક્રમિત, ઘરમાં જ આઇસોલેટ- Gujarat post

મુંબઇઃ બોલીવૂડ એક્ટ્રેસ અને જાણીતા  ડાન્સર નોરા ફતેહીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોરા ફતેહી પોતાના ઘરમાં જ આઇસોલેટ થઇ છે.તેના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે નોરા ફતેહીનો રિપોર્ટ 28 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટીવ આવ્યો હતો અનેે હવે કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરી રહી છે, તેણે  ડોક્ટરની સૂચના બાદ પોતાને ક્વોરેન્ટાઇન કરી દીધી છે,સુરક્ષા અને નિયમો અનુસાર તે BMC સાથે સહયોગ કરી રહી છે.નોરાના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું કે નોરા ફતેહીની જે તસવીરો 28 ડિસેમ્બરની બતાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાઇ રહી છે તે વાસ્તવમાં અગાઉના એક કાર્યક્રમ સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ નોરા ઘરેથી ક્યાંય પણ બહાર નીકળી નથી. એવામાં તમામને વિનંતી છે કે આ તસવીરોને નજર અંદાજ કરવામાં આવે.

નોંધનીય છે કે નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું કે કોવિડે મને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. હું છેલ્લા કેટલાક દિવસોથી ડોક્ટરોના નિર્દેશો અનુસાર આરામ કરી રહી છું. તમે લોકો પણ સુરક્ષિત રહો અને માસ્ક જરૂર પહેરજો. કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે, તેનાથી લોકો અલગ અલગ રીતે પ્રભાવિત થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch