Fri,19 April 2024,4:29 am
Print
header

કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યુસી મેકમિલાનને એનાયત

કેમેસ્ટ્રીમાં 2021 નોબેલ પુરસ્કાર બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યુસી મેકમિલનને આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આજે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબ્લ્યુસી મેકમિલાનને કેમેસ્ટ્રીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે નોબલ પારિતોષિત આપવામાં આવ્યો છે. આ બંને વૈજ્ઞાનિકોને રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર અણુઓના ઉત્પાદન માટે સાધનો બનાવવા બદલ આપવામાં આવ્યું છે.

આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સૌકુરો માનેબે, ક્લાઉસ હેસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ત્રણ વૈજ્ઞાનિકોને આબોહવા અને જટિલ ભૌતિક પ્રણાલીઓમાં તેમની શોધ માટે આ પુરસ્કાર આપ્યો છે. આ પુરસ્કારનો ઉદ્દેશ નવી શોધનું સન્માન કરવાનો છે. ગયા વર્ષે ભૌતિકશાસ્ત્રમાં આ નોબેલ પુરસ્કાર અમેરિકન વૈજ્ઞાનિક એન્ડ્રીયા ગેઝ, બ્રિટનના રોજર પેનરોઝ અને જર્મનીના રેનાર્ડ ગેન્ઝેલને સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. બ્લેક હોલ પર સંશોધન કરવા બદલ આ તમામને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch