Fri,26 April 2024,1:21 am
Print
header

અમદાવાદ: વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો આ સ્થળોએ નહીં મળે પ્રવેશ

અમદાવાદ: મહાનગરપાલિકાએ કોરોનાની વેક્સિનને લઈને મોટો નિર્ણય લીધો છે. જો વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, તેમજ અમદાવદના અનેક સ્થળોએ પ્રવેશ નહીં આપવામાં આવે જો વેક્સિનનો ડોઝ લીધો હશે તેમને જ જાહેર સ્થળોએ એન્ટ્રી આપવામાં આવશે.  વેક્સિન લીધી હોય તેવા લોકોને વિવિધ મ્યુનિસિપલ સેવાઓ પર એન્ટ્રી આપવામાં આવશે. પ્રવેશદ્વાર પર રસી પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. 20 સપ્ટેમ્બર, સોમવારથી આ નિયમ અસરકારક બનશે.

AMC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિટી સિવિક સેન્ટર અને AMCની તમામ કચેરી પર જો વેક્સિન નહીં લીધી હોય તો પ્રવેશ મળશે નહીં. આ સ્થળોએ પ્રવેશ મેળવવા માટે વેક્સિન સર્ટીફિકેટ બતાવવું જરૂરી બનશે. ઉલ્લખનીય છે કે વેક્સિનેશન વધે તે માટે AMC વધુને વધુ પગલા લઇ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે અમદાવાદમાં મેગા રસીકરણ અભિયાનનું આયોજન કરાયું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને સરળતાથી રસી મળે તે માટે AMTS અને BRTS સ્ટેશન પર જ રસીકરણના બુથ લગાવ્યાં છે. AMTSના જુદા-જુદા 12 ટર્મિનસ અને BRTSના 15 સ્ટેશન પર લોકોને રસી આપવામાં આવી રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch