Fri,19 April 2024,1:10 pm
Print
header

આ વખતે પણ નીતિન પટેલ સાથે દાવ થઇ ગયો ! રાજકીય કારકીર્દીને લઇને ચર્ચાઓ શરૂ

ગાંધીનગરઃ જ્યારે વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યાં હતા તે સમયે મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલના નામના પેંડા વેચાઇ ગયા હતા તેમનો બાયોડેટા પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો પરંતુ ત્યારે નીતિન પટેલનું સીએમ બનવાનું સપનું રોળાયું હતુ, ફરીથી આવું જ કંઇક બન્યું છે, ગઇકાલથી ચર્ચાઓ હતી કે નીતિન પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવાશે. જો કે અંતિમ ઘડીએ ભાજપે ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવાની જાહેરાત કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. આ વખતે પણ નીતિન પટેલને મુખ્યપ્રધાનનું પદ મળતા મળતા રહી ગયું છે.

જેવી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઇ કે સ્ટેજ પર બેઠેલા નીતિન પટેલના હોંશ ઉડી ગયા હતા, તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યું હતુ તે તેઓ નારાજ છે. બીજી તરફ એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે પાટીદાર નેતાને સીએમ બનાવતા ડે.સીએ પદ નીતિન પટેલને નહીં જ મળે, ચર્ચાઓ છે કે નવી કેબિનેટમાં નીતિન પટેલ નહીં હોય, કદાચ તેમને ભાજપ કોઇ રાજ્યમાં રાજ્યપાલનું પદ ઓફર કરી શકે છે, જો કે નીતિન પટેલના ભાવિને લઇને હવે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે તેમનું રાજકીય ભવિષ્ય હવે ખતરામાં દેખાઇ રહ્યું છે, એક-બે દિવસમાં આ મામલે બધું સ્પષ્ટ થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch