Thu,25 April 2024,9:53 pm
Print
header

ગુજરાતમાં ક્યાં કોરોના વકરતાં લગાવાઈ કલમ 144 ? શું રાજ્યમાં ફરી કરવામાં આવશે તાળાબંધી ?

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) વધી રહ્યું છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં આપણે માઇક્રો કન્ટેનમેંટ ઝોન (Micro Containment Zone) પર ધ્યાન આપવું જોઈએ. એક કે બે દિવસનું લોકલ લોકડાઉન (Local Lockdown) કોરોના સામે લડવામાં કેટલું પ્રભાવશાળી છે તેના પર રાજ્યોઓ વિચાર કરવો જોઈએ.

જે બાદ ગુજરાતમાં પણ લોકડાઉન (Gujarat Lockdown) લાદવામાં આવશે તેવી અફવા વહેતી થઈ હતી. જેને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) કહ્યું કે, રાજ્ય સરકાર (Gujarat Government) ને પણ આ પ્રકારની માહિતી મળી છે. લોકડાઉન (Lockdown) કરવા માટે કોઈપણ પ્રકારની વિચારણા ગુજરાત સરકારની નથી. લોકોના ધંધા રોજગાર (Business) ચાલુ થયા છે ત્યારે લોકડાઉન કરવાની રાજ્ય સરકાર (State Government) ને કોઈ જરૂર જણાતી નથી.

તેમણે એમ પણ કહ્યું કે, હું તમામને વિનંતી કરું છુ રાજ્ય સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત (Official Announcement) ન થાય ત્યાં સુધી લોકોએ આવી વાતોમાં ન આવવું જોઈએ. કોઈ નાગરિકે (Citizens) આવી અફવામાં આવવાની જરૂર નથી, તમામ યથાવત ચાલુ રહેવાનું છે. સરકાર તરફથી કોરોના સંક્રમણ (Corona Cases) ટાળવાના પ્રયત્નો ચાલુ છે. આરોગ્ય (Health) અને અન્ય વિભાગો જવાબદારી નીભાવી રહ્યા છે.

બનાસકાંઠા(Banaskantha) ના ધાનેરા (Dhanera) તાલુકાના 23 વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ધાનેરાના કન્ટેનમેન્ટ એરિયામાં કલ 144 લાગુ (Section 144) કરવામાં આવી છે. તાલુકાના 23 વિસ્તારમાં સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. 24 સપ્ટેમ્બરથી 21 ઓક્ટોબર સુધી સમગ્ર 23 વિસ્તારમાં કલમ 144 અમલી રહેશે. ધાનેરામાં સતત કોરોના કેસ વધતા સંક્રમણ રોકવા માટે તંત્રએ પગલું લીધું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch