Thu,18 April 2024,3:44 pm
Print
header

નીતિન પટેલ સાહેબ, આવી તસવીર મુકીને તમે શું સાબિત કરવા માંગો છો ? કાયદો તમને નથી લાગુ પડતો ?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો રીતસરનો રાફડો ફાટ્યો હોય તેમ રોજ મોટી સંખ્યામાં નવા કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના છ દિવસમાં જ નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજારથી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટિવ કેસ નોંધાયા હતા.121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન વધુ 17 દર્દીઓના મૃત્યું નોંધાયા હતા.

આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. 4 એપ્રિલના રોજ તેમને મહેસાણા જિલ્લાના દેલોલી ગામ ખાતે નવ-નિર્મિત પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી અને નાયબ મુખ્યમંત્રી સહિત કોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યુ ન હતું.

એપ્રિલથી કોરોનાની રોકેટ ગતિમાં વધી રહ્યો હોવા છતાં નાયબ મુખ્યમંત્રી આ પ્રકારે કોવિડ ગાઇડલાઇનના ધજાગરા કરે તો શું તેમને પણ દંડ કરવામાં આવશે ? તેવી ચર્ચાએ પણ હાલ વેગ પકડ્યો છે. જો કે કાયદો માત્ર આમ આદમીને જ લાગુ પડે છે, નેતાઓને નહીં જે આ તસવીરો પરથી સાબિત થાય છે. અગાઉ પણ ભાજપની ચૂંટણીસભાઓને કારણે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું હતુ ત્યારે નેતાઓની બેદરકારીઓને કારણે ગુજરાતની જનતા આજે ભોગવી રહી છે તેમ કહેવું યોગ્ય જ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch