Fri,26 April 2024,4:54 am
Print
header

ઈનકમ ટેક્સ વિભાગનું નવુ પોર્ટલ લોન્ચ થતાં ઠપ્પ, નાણાં મંત્રીએ ઈન્ફોસિસની ધૂળ કાઢી નાખી

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સિતારમને ઇન્ફોસિસ અને તેના ચેરમેન નંદન નિલેકણીને ઇન્કમટેક્સ વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટના વપરાશમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા જણાવ્યું છે અને આ મામલે તેમને નારાજગી વ્યક્ત કરી છે. નવી વેબસાઇટ લોન્ચ થયા પછી વપરાશકારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતા તેમણે આ સંદર્ભમાં નાણાં પ્રધાનને અનેક ફરિયાદો કરી હતી.

ઇન્ફોસિસને 2019માં ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા માટેની નવી વેબસાઇટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ઇન્કમ ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયાનો સમય 63 દિવસથી ઘટાડી એક દિવસ કરવા તથા કરદાતાઓને ઝડપથી રીફંડ મળી રહે તે હેતુથી આ નવી વેબસાઇટ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બે દિવસ પહેલા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું આ અંગેની જાહેરાત કરતા નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે નવી વેબસાઇટથી કરદાતાઓને ટેક્સ સંબધી કાર્યો ઝડપથી અને સરળતાથી કરી શકશે. જેમ જેમ આ કરદાતાઓએ વેબસાઇટનો ઉપયોગ શરૂ કરવા માંડયો તેમ તેમ સમસ્યાઓ વધતી ગઇ અને નાણા પ્રધાનને ફરિયાદો મળવાની શરૂ થઇ ગઇ. ફરિયાદો પછી નાણાં પ્રધાને ટ્વિટર પર જણાવ્યું કે મને આશા છે કે ઇન્ફોસિસ અને નંદન નિલેકણી અમારા કરદાતાઓને ગુણવત્તા અને સેવાની બાબતમાં નિરાશ નહીં કરે.ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસે અગાઉ જીએસટી નેટવર્ક (જીએસટીએન) પોર્ટલ પણ બનાવ્યું છે. જીએસટી પેમેન્ટ માટે આ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં આ પોર્ટલ પણ ધીમુ ચાલતુ હોવાની ફરિયાદ મળી હતી અને હાલમાં પણ તેમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch