Fri,28 March 2025,2:19 am
Print
header

રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ

અમદાવાદઃ ગુજરાતમાં માદક દ્રવ્યોની હેરાફેરી પર સકંજો કસતા સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) નાઈજીરિયન મહિલાની રૂપુયા દોઢ કરોડના કોકેઈન સાથે ધરપકડ કરી છે. આ મહિલા અગાઉ પણ 10 થી 12 વખત મુંબઈથી ગુજરાતમાં કોકેઈનની હેરાફેરી કરી ચૂકી છે. પોલીસે આરોપી મહિલાની પૂછપરછ શરૂ કરી છે અને આ ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

એસએમસીના પોલીસ ઈન્સ્પેક્ટરને નવસારી નજીક ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળી હતી, જેને આધારે એસએમસીની ટીમે તપાસ કરી હતી. પોલીસે નવસારી નજીક મહારાષ્ટ્ર પાસિંગની એક કારને રોકીને તપાસ કરી હતી, જેમાં નાઈજીરિયન મહિલા મુસાફરી કરી રહી હતી. જ્યારે તલાશી લેવામાં આવી ત્યારે મહિલા પાસેથી દોઢ કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ પછી પોલીસે મહિલાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી.

પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, મહિલાએ તેનું નામ માર્ગારેટ મેગબુડોમ હોવાનું જણાવ્યું હતું. તે 7 ઓગસ્ટે નાઈજીરિયાથી દિલ્હી પહોંચી હતી. હાલ તે મુંબઈના મીરા રોડ પર રહેતી હતી. 37 વર્ષીય મહિલાએ પોલીસને જણાવ્યું કે તે એલ્ડર નામના વ્યક્તિના કહેવા પર કામ કરતી હતી અને મુંબઈના ઈમેન્યુઅલ પાસેથી કોકેઈન લઈને ગુજરાત જવા રવાના થઈ હતી. આ પહેલા તે 10 થી 12 વખત ગુજરાતમાં કોકેઇન લાવી હતી.

કોકેઈન નવસારી, પલસાણા, કડોદરા અને સુરતની આસપાસ પહોંચાડવામાં આવ્યું હતુ, આ વખતે પણ તે કડોદરામાં ડિલિવરી કરવા જઈ રહી હતી, પરંતુ તે પહેલા જ પોલીસે તેને પકડી લીધી હતી. 

વિદેશી પેડલર્સ દ્વારા કોકેઈનનું પરિવહન થાય છે. મહિલા એ જ ટેક્સીમાં 10 વખત આવી હતી જેમાં તે પકડાઈ હતી. પોલીસ ટેક્સી ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે. હવે પોલીસ મુંબઈના ડ્રગ્સ સ્મગલર્સ અને અન્ય પેડલર્સ વિશે માહિતી એકઠી કરવામાં આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch