નાઇજીરીયાઃ દક્ષિણ આફ્રિકન દેશ નાઇજીરીયામાં શુક્રવારે સવારે પશ્ચિમી પ્રાંતમાં બંદૂકધારી આતંકીઓએ એક કેથોલિક સ્કૂલ પર હુમલો કર્યો હતો. બંદૂકધારીઓએ શાળાની અંદર લગભગ 215 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને બંધક બનાવ્યાં છે .અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપી હતી. જે પડોશી રાજ્યમાં બંદૂકધારીઓએ 25 વિદ્યાર્થીનીઓનું અપહરણ કર્યાના થોડા દિવસો પછી જ બની છે.
સેન્ટ મેરી સ્કૂલ પર હુમલો
આ ઘટના અંગે સરકારના સચિવ અબુબકર ઉસ્માનએ જણાવ્યું કે હુમલો અને અપહરણ અગવારામાં આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં થયું હતું. તેમણે બંધક બનાવેલા વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા વિશે કોઈ માહિતી શેર કરી નથી. સ્થાનિક ટીવી ચેનલ એરાઇઝ ટીવીએ અહેવાલ આપ્યો છે કે 215 વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી.
સુરક્ષા દળો તૈનાત
નાઇજર રાજ્ય પોલીસના જણાવ્યાં અનુસાર અપહરણની ઘટના વહેલી સવારે બની હતી અને ત્યારથી લશ્કરી અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સેન્ટ મેરી સ્કૂલ નાઇજીરીયામાં 12 થી 17 વર્ષની વયના બાળકોને શિક્ષણ પૂરું પાડે છે. સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે શાળા કેમ્પસ, નજીકની પ્રાથમિક શાળા સાથે જોડાયેલ છે, જેમાં 50 થી વધુ વર્ગખંડો અને શયનગૃહો છે.
પરિવારજનોએ શું કહ્યું ?
62 વર્ષીય દૌદા ચેકુલાએ જણાવ્યું કે અપહરણ કરાયેલા સ્કૂલના બાળકોમાં તેમના ચાર પૌત્રો છે. જેમની ઉંમર 7 થી 10 વર્ષની વચ્ચે છે. અમને ખબર નથી કે હાલમાં શું થઈ રહ્યું છે, સવારથી અમને કંઈ સાંભળવા મળ્યું નથી. જો કે કેટલાક બાળકો ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતા, અમને ફક્ત એટલી જ માહિતી મળી રહી છે કે હુમલાખોરોએ અનેક બાળકોને બંધક બનાવ્યાં છે.
રાજ્ય સરકારે નિવેદન બહાર પાડ્યું
નાઇજર રાજ્ય સરકારના સચિવના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વધતા જોખમોની અગાઉની ગુપ્તચર ચેતવણીઓ છતાં અપહરણ થયું હતું. દુર્ભાગ્યવશ સેન્ટ મેરી સ્કૂલે રાજ્ય સરકારને જાણ કર્યા વિના કે મંજૂરી મેળવ્યાં વિના શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફને અનિવાર્ય જોખમોનો સામનો કરવો પડ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, BLA એ 25 સૈનિકો માર્યા હોવાનો દાવો કર્યો | 2026-09-04 09:21:24
અમેરિકાના મિનિયાપોલિસમાં અંધાધૂંધ ગોળીબાર, બે લોકોનાં મોત, બે પોલીસ અધિકારીઓ સહિત અનેક ઘાયલ | 2026-09-03 09:00:11
નેપાળમાં ફરી તબાહીની આશંકા: ભોટેકોશી નદીની જળસપાટી વધતાં NDRRMA દ્વારા એલર્ટ જારી | 2026-08-30 09:46:51
નેપાળમાં ભયાનક પૂરમાં વડોદરાનું એક NRI દંપતી ગુમ, મોતનો આંકડો 350 અને 1400 લોકો ગુમ | 2026-08-27 20:33:58
નેપાળમાં ભયંકર પૂરથી ભારે વિનાશ સર્જાયો, 160 લોકોનાં મોત, 133 ભારતીયો સહિત 750 લોકો ગુમ | 2026-08-27 06:47:48
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26