Thu,25 April 2024,2:23 pm
Print
header

દુનિયાના કેટલા દેશોમાં જોવા મળ્યો કોરોનાનો નવો વાયરસ ? આંકડો જાણીને ચોંકી ઉઠશો

લંડનઃ કોરોના વાયરસ સંકટ હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સપ્તાહથી એક નવા પ્રકારનો કોરોના વાયરસ પણ ફેલાઇ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે નવા પ્રકારનો કોરોના વાયરસ 86 દેશોમાં ફેલાયો છે.

ડબ્લ્યુએચઓએ કહ્યું કે આ નવા પ્રકારનો કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઉપરાંત, પ્રારંભિક તારણોને આધારે રોગની ગંભીરતામાં વધારો થતો હોવાના કેટલાક પુરાવા મળ્યાં છે. 7 ફેબ્રુઆરી સુધી વધુ છ દેશોમાં નવા પ્રકારના કોરોના કેસ નોંધાયા છે.  

એક અહેવાલ મુજબ, ડબ્લ્યુએચઓ સક્રિય રીતે ફેલાતા બે વધારાના કોરોના પ્રકારોનું પણ નિરીક્ષણ કરી રહ્યું છે. E.1.351 શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો, બ્રાઝિલમાં જોવા મળ્યો હતો. વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 11 કરોડ નજીક પહોંચવા આવી છે. જ્યારે 23. 50 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ દુનિયાભરમં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાંથી અત્યાર સુધીમાં 7 કરોડ 95 લાખથી વધુ લોકો રિકવર થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2 કરોડ 55 લાખ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch