Fri,18 June 2021,2:59 am
Print
header

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં આ 3 નેતાઓનું ચાલી રહ્યું છે નામ ? જાણો કોણ છે રેસમાં

ગાંધીનગરઃ ગુજરાતમાં આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં ચૂંટણીઓને લઈને દોડધામ અત્યારથી ચાલુ છે. ભાજપ પાસે સત્તા ચાલુ રાખવાનો પડકાર છે જ્યારે કોંગ્રેસને જો મજબૂતાઈથી લડવું હોય તો સારું પ્રદર્શન કરવું ખૂબ જરૂરી છે.

ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાંં છે. ગુજરાત કોંગ્રેસને હવે ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. પ્રદેશ પ્રમુખના પદની રેસમા 3 દિગ્ગજ નેતાઓ હોવાનું સામે આવ્યું છે. આ રેસમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નામ સૌથી મોખરે છે. ઉપરાંત પૂર્વ કેન્દ્રિય મંત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ પ્રદેશ પ્રમુખની રેસમાં છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ વિપક્ષી નેતા અર્જૂન મોઢવાડીયાનું નામ પણ પ્રમુખ પદની યાદીમાં છે. ભરતસિંહ સોલંકી આજે સવારે દિલ્હી પહોંચ્યા છે. આગામી દિવસોમાં અન્ય સિનિયર નેતાઓને બોલાવવામાં આવશે. આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી-પ્રમુખની જાહેરાત થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અવિનાશ પાંડે નક્કી માનવામાં આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->